________________
૪૧૬
આમ પ્રાર્થના કરીને નારદજી ગયા પછી ભગવાન કૃષ્ણને ખબર મળ્યા કે વ્યોમાસુર વાલબાલ બનીને એમની સાથે રમતો રમતાં ગોવાળિયાનાં બાળકોને ચેરી ચેરીને ગુફામાં નાખી આવે છે અને અને મોટી શિલાના બારણાથી ગુફાને બંધ કરી મૂકે છે. એટલે એને ઠેકાણે પાડીને ગ્વાલબાળકોને ગુફાઓમાંથી ભગવાન કૃષ્ણ છેડાવી લાવ્યા. આમ વ્રજવાસીઓને પરમાનંદ ચખાડતા ભગવાન કૃષ્ણ અને શ્રી બલરામ વિહરી રહ્યા છે, તેવામાં કંસના કહેવાથી મથુરામાં ભગવાનને લઈ જવાના નિમિત્તે અક્રૂરજી વ્રજમાં આવવા નીકળ્યા ! રસ્તામાં તેઓ ભગવાનના ભક્ત હેઈ આ રીતે પણ ભગવાનના દર્શન પામશે એવા ભાવમાં તલ્લીન બની ગયા છે. એવામાં જ ભગવાનનાં ચરણકમલનાં ચિન(જેમાં કમલ, જવ, અંકુશ આદિ ચિન હતાં, તે) નીરખીને રથ ઉપરથી નીચે ઊતરી તે ચિહ્ન પર જ વિહવળ બની લોટી પડે છે ! આમ ધીરેધીરે તે ભગવદ્ભક્ત અક્રરજી બરાબર સંધ્યાકાળે વ્રજમાં પહોંચી ગયા...”
અક્રૂરજીનું આગમન
અનુષ્ટ્રપ વહાલાં વૈરી બની જાય, ક્ષણે વૈરીય પ્રિય હો; એવા વિચિત્ર સંસારે, રાચવું શ્ય ગમે કહો? ૧ ન્યાય, નીતિ તથા ધર્મ, આધ્યાત્મપુટવંત જે; વ્યક્તિ સમાજ બંનેના, જીવને ઓતપ્રેત તે; ર સંસાર સાર એ ખેંચી, સાધક ભ્રમરે રૂપે તત્વમધુ સુપ્રેમીને, ચખાડવા સદા મથે. ૩