________________
૪૧૪
છે! યશોદા રાણી કેવાં સભાગી છે કે એમને આવાં બે બાળકે એકીસાથે સાંપડી ગયા છે ! અરે, એમના બંસીદવન પર તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ મુગ્ધ થઈ જાય છે !' આ રીતે પરીક્ષિતજી આ બડભાગિની એવી ગોપીઓનું મને ભગવાન શ્રીકૃષ્ણમાં સતત ચુંટેલું રહે છે. જ્યારે એ નંદનદન વનમાં ગાયો ચરાવવા જાય છે ત્યારે આ જાતનું એમનું લીલાઓ રૂપી ગાન કરી ગોપીગણ મસ્ત બની જાય છે! અને એ રીતે એમના દિવસો વીતી જાય છે.”
અરિઠાસુર વ્યોમાસુર વધ
અનુષ્યપ હૈયે નિત્ય મનુષ્યોને, દેવનેય હણે પણ ઉગારે, દેવ સુમર્યો, પ્રભુ કે કૃપાધન. ૧ માનવીય અસુરે કે, અસુરે સુરના અરિ, સ્વકૃત્યથી મરી અંતે, જશે સી દુષ્ટતા સરી. ૨
શુકદેવજી કહે છે: આ બાજુ ગોપીઓનાં હૈયાં જિતાઈ ગયાં છે. ગોવાળિયાઓ અને એમનાં બાળકે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામની મહાશક્તિઓની પ્રશંસા કરતાં થાકતાં નથીતેવામાં અરિષ્ટાસુર નામને દૈત્ય બળદનું રૂપ ધારણ કરી પોતાની નિષ્ફર ગર્જનાથી સૌ વ્રજવાસીઓને પજવવા લાગ્યો. ભગવાન શ્રીકૃષ્ણ એને પડકાર્યોઃ “મુખ આ ગાય, ગોવંશ અને ગોપગોપીઓને શું રંજાડી રહ્યો છે. આવ ને મારી સામે.” આ સાંભળી ગુસ્સામાં ને ગુસ્સામાં ધરતી ખોદતે અને અવાજ કરતે તે ભગવાન શ્રીકૃષ્ણને સામાન્ય કુમાર સમજી તેમના પર તૂટી પડયો, પણ રમત રમતમાં એને બને શીગડે પકડીને અઢાર પગલાં પાછળ પટકી પડ્યો. ફરી