________________
કૃષ્ણનું અગ્નિપાન
અતુટુપ બૂઝવે પ્રેમથી સેજે, ક્રોધાગ્નિ અતિક્રેધીને; ગણાયે સંત તેથી જ, પ્રભુથી મહત્ત. ૧ અગ્નિપાન કર્યું પોતે, ભક્ત–સંત ઉગારવા; એમાં ન કાંઈ આશ્ચર્ય, પ્રભુતા પ્રભુની તહીં. ૨
હવે પરીક્ષિત રાજા શુકદેવજીને પ્રશ્ન કરે છે. ભગવાન ! કાલિય નાગે રમણકુંડનું પોતાનું સ્થાન શા માટે છોડયું અને એણે એકલાએ જ એવો કયો અપરાધ કરેલે કે જેને લીધે ગરુડજી એના એકલા પર જ નારાજ થયા ?'
શુકદેવજી બેલ્યા: “પરીક્ષિતજી ! બધા સર્પોએ માંહોમાંહે સંપ કરીને ગરુડજીને બલિ આપવાનો રિવાજ પાડેલો. પણ તેમાં કકુપુત્ર કાલિયનાગ પિતાના જ મિથ્યાભિમાનથી સામે થયે. ગરુડ સામે એ અભિમાનીનું જોર કેટલું ચાલી શકે ? આમ, આખરે તો તે થાકી-હારીને ત્યાંથી નાસીને આ યમુનાકુંડમાં આવી પિતાની નાગપત્નીઓ સાથે વસેલે.” યમુનાજીને આ કુંડ ગરુડજી માટે ખરેખર અગમ્ય હતો. તે અહીં આવી શકે તેમ નહોતા. વળી એ કુંડ એટલો તો ઉડો હતો કે ત્યાં બીજાં પણ કોઈ જઈ શકતાં ન હતાં. એક વખત ગરુડજી અહીં આવી પહોંચ્યા અને કુંડના કિનારા પર એક મોટા મગરમચ્છને મારી નાખે. આથી બધી જ માછલીઓ આકુળ-વ્યાકુળ થઈ ગઈ! સૌભરિ મહર્ષિ યમુનાકાંઠે તપ કરતા હતા. તેઓને આ ખબર પડી અને એમને બહુ દયા આવી. અને ત્યારથી ગરુડજીને માટે એમના મુખથી એ જાતને શ્રાપ સરી પડયો કે, હવે જે તમે અહીનાં માછલાંઓને ઉપદ્રવ કરશે તે ત્યાંને ત્યાં