________________
૩૯૬
એમની યજ્ઞશાળામાં જાઓ, એમાં સંકોચ કરવાની કોઈ જરૂર નથી. ભલા, તમે તો અમારા મેકલેલા જ જાઓ છો ને! ત્યાં જઈને મારા મોટાભાઈ બલરામનું અને મારું નામ બદલીને થોડો ભાત માગી લાવ!' જ્યારે ખુદ ભગવાને આવી આજ્ઞા આપી ત્યારે ગોવાળિયાનાં બાળકે તે બ્રાહ્મણોની યજ્ઞશાળામાં ગયાં. ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માગ્યું. એ બધાંએ પૃથ્વી પર પડીને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું: “પૃથ્વીના મૂર્તિમાન દેવતા સમાન બ્રાહ્મણે ! અમે વ્રજના ગોવાળિયાઓ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની આજ્ઞાથી અમે આપની પાસે આવ્યા છીએ. આપ અમારી વાત સાંભળો. આપનું ક૯યાણ થાઓ ! ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ થોડે જ દૂર છે અને ગાયે ચરાવે છે. અમે ઈચ્છીએ છીએ કે આપ થોડે ભાત આપો. હે બ્રાહ્મણે ! આપ ધર્મને મર્મ જાણે જ છે.” પરીક્ષિત ! આમ સાંભળવા છતાં એ બ્રાહ્મણોએ તો કંઈ ધ્યાન ન આપ્યું. કારણ કે એમને (બ્રાહ્મણને સૌને પારલૌકિક સ્વર્ગની તુચ્છ ઈચ્છા હતી. ખરી રીતે જ્ઞાનમાં તે એ બધા બાળકે રૂપ જ ગણાય! તેમનું આવું નકારાત્મક વલણ જોઈ નિરાશ બની બધાં ગોવાળિયા બાળકે પાછાં ફરી ગયાં અને એ બધી વાતો એમણે ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામને કહી. તેથી તે વાત સાંભળીને જગતના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને ગોવાળિયા બાળકોને ધીરજ આપી નિરાશ ન બનવા કહ્યું. અને એમણે આ વખતે એ બ્રાહ્મણની પત્નીઓ પાસે જઈ જરૂર યાચના કરવાનું પણ કહ્યું. તેઓ ગયાં અને કહ્યું. તે સાંભળીને જ તે બ્રાહ્મણ-પનીઓ આનંદમાં આવીને બધા પ્રકારનાં મીઠાં ભેજને લઈ સજધજ થઈ જતે ભગવાનને આપવા ગઈ. ભગવાને એમનું પ્રેમભર્યું સ્વાગત કરી ભેજન લઈને તેમને તરત પાછી યજ્ઞશાળામાં જવા કહ્યું. ભગવાન માંડ જાતે મળ્યા હેાય એટલે તરત દિલ તો જવા કેમ કહું ? માંડ માંડ ઘણું કાળે જાતે ભગવાન મળ્યા હતા, છતાં ભગવાનનું કહ્યું માનીને એ પાછી ફરી