________________
૩૮૨
લાગ્યા ! કારણ કે આજે બલરામને લીધા વિના એકલા શ્રીકૃષ્ણ ગાવાળબાલકા સાથે ગયેલા તેથી જાણે રખે ભગવાન કૃષ્ણના દેહાંત થયેા હાય તેમ માની યશાદાજી સહિત ગેપીએ વગેરે સૌ યમુનાને કાંઠે પહેાંચ્યાં અને ત્યાં આ મહા ભયંકર દૃશ્ય જોયું કે તત્કાળ તે પશુ કુંડમાં કદી પડવા આતુર થયાં, પણ તે પહેલાં તે મૂર્છિત થઈ ગયાં. પરીક્ષિતજી ! બસ, આટલી વાર જ્યાં પે તે મનુષ્યને સ્વાભાવિક ભાવ બતાવ્યા તેમાં તે ભગવાન કૃષ્ણે આખાય વ્રજની આ દશા જોઈ એટલે તરત એ મહા ભયંકર અને અતિ ઝેરીલા કાલિયનાગના શરીરને આંચકા મારી તરત કૂદીને એની ફેણ પર ચઢીને નાચવા લાગી ગયા. આખરે નાગપત્નીઓની પ્રભુ-પ્રાનાથી ભગવાન શ્રીકૃષ્ણે કાલિયાનાગને મુક્ત કર્યો અને તે પણુ ભગવાનને શરણે થયા એટલે ભગવાને દયા લાવી એને કહ્યું :
‘અહીંના યમુનાજલના ઉપયોગ કરી આ પ્રસંગને સંભારશે, તેમને સપના કાઈ દિવસ ભય જ નહી રહે. અને મે આ કાલિય કુંડમાં ક્રીડા કરી છે, માટે જે આ કુંડમાં સ્નાન કરી આ જ જળથી દેવા-પિતાનું તર્પણ કરી મારું સ્મરણ કરીને મારી પૂજા કરશે તે જરૂર બધાં પાપોથી મુક્ત બની જશે. કાલિય! તું ગરુડથી ડરો રમણુકકુડમાંથી અહી આવેલેા પણ હવે તને ગરુડ કદી ઈજા નહી કરે. જા, ખુશીથી ત્યાં પાછા ચાલ્યા જા.'
આ સાંભળી પરીક્ષિતજી! કાલિયનાગ અને નાગપત્નીઓએ આનંદ સભર થઈ ખૂબ ભાવથી ભગવાનકૃષ્ણની પૂજા કરી અને એ બધાં પેાતાના મૂળ સ્થાન પર જવા ત્યાંથી ચાલી નીકળ્યાં. ત્યારથી આ યમુનાજી પણ ભગવાનનાં પરમભક્તરૂપ બની ગયાં અને સંપૂર્ણ રીતે સાવ મીઠાં પણુ બની રહ્યાં. . ''