________________
૩૯૩
કહેવા લાગ્યાઃ “સુંદરિયે ! હું તમને સાચેસાચું કહું છું કે જે તમારી ઇચ્છા હોય તો એક એક અહીં આવી પોતપોતાનાં વસ્ત્રો જે હેય, તે ઓળખી આળખીને લઈ જાઓ અથવા તમારી સૌની મારી પાસે એકસાથે મળીને આવવાની ઇચ્છા હોય તેય મને વાંધે નથી.” આ વાત બધી ગોપીઓને ખૂબ ગમી, કારણ કે સામેથી આવું ભગવાન શ્રીકૃષ્ણ જાતે જ કહ્યું હતું. શરૂશરૂમાં તો બહાર સાવ નગ્નપણે જવામાં અને વસ્ત્ર માગવામાં સંકોચ થાય તે દેખીતી વાત હતી, પરંતુ આખરે જે જગજનની આગળ ભગવાન કૃષ્ણની પતિરૂપે માગણી પતે જ કરેલી અને જ્યારે ખુદ ભગવાન જ નગ્નપણે પોતાને નિમંત્રે છે, તો સંકેચ હવે શા માટે રાખવો ? એમ છતાં પુરુષ–દેહી આગળ સ્ત્રી-દેહી નગ્ન જાય, ત્યારે સંકોચ તે થવાનો જ ને !
પરંતુ યમુના નદીની બહાર આવ્યા પછી, જેમ જેમ ભગવાન કૃષ્ણ ભણું પગલાં તે ગોપીઓ ભરતી ગઈ, તેમ તેમ ભગવાન પોતે જ જાણે જેમ પુરુષદે જગપિતા-સ્વરૂપ દેખાય તેમ સ્ત્રીતે જગજજનેતા-સ્વરૂપ ભગવતી રૂપે પણ તે દેખાતા ગયા અને બધા સંકોચ ગેપીઓને છૂટી ગયો. સાથોસાથ આજથી તે બિલકુલ ભયરહિત પણ થઈ ચૂકી. ગીતામાં દૈવી સંપદવાળાઓનું પ્રથમ લક્ષણ અભય બતાવ્યું છે તે સાચું ઠર્યું. આજથી વ્રજની એ બધી ગોપીઓ દેવી સંપત્તિવાળી પણ અનાયાસે બની ગઈ ! ભગવાન તરત બેલી બયા : “જાઓ ગોપીઓ, હવે બધા કામ પહેલાની જેમ જ કર્યા કરે. સંસારમાં ભલે રહે પરંતુ હવે તમે બધી જ સંપૂર્ણ પણે મારી જ થઈ ચૂકી છે. મતલબ, હવે તમારી કામનાઓ અને વાસનાઓ પૂરેપૂરી બળી ચૂકી સમજજે. તમારી સાધન હવે સહેજે સિદ્ધ થઈ ગઈ છે. પરીક્ષિતજી ભગવાનનું આ વેણ સાંભળ્યા રસ્થૂળ રીતે પણ હવે અળગાં થવાની ગોપીઓની ઈચ્છા નહોતી થતી, પણ હવે તે ભગવાનની ખુદની આજ્ઞા વ્રજમાં જવાની થતી, તે