________________
મિથ્યાભિમાને અને કુલમ વર્ણવર્ણ વચ્ચે અને વંશ, કુલો અને સળીઓ વચ્ચે વેર-મનસ્ય અને એવા તો ભેદભાવ ઊભા કર્યા હતા કે માનવ માનવ વચ્ચેની એકરાગતા અંશ પણ નહતો દેખાતો. આ જન્મજાત કુલવંશના ભેદભાવે તોડી એમને માનવ માનવ વચ્ચેની ભાવાત્મક એકતા સાધવી હતી અને તે પણ મધુરાતથી–પ્રેમથી અને પ્રેમના સંબંધોને વિકસાવી-વિસ્તારીને. આ ભાવાત્મક અન્ને આડે જે કાઈ અંતરા, આવરણે કે ઘમંડ આવે તે બધાને દૂર હટાવી માનવીય મૂલ્યની સ્થાપના કરવાને તેમને સંકલ્પ હતો. અને માનવીય ઐક્યને શંખ દ્વારકામાંથી જે બજાવ્યો તેવાં જ ભારતભરનાં માનવતાવિરોધી બળે ભડકી ઊઠયાં. કૃષ્ણને જીવતા-જાગતા અને પિતાને મહાકાર્યની ઉષણ કરતા સાંભળીને જ જરાસંધ ખળભળી ઊઠયો. એણે ભારતમાંના ક્ષત્રિય જેઓ કુલવંશનાં પરંપરાગત મૂલ્યમાં અને ઉચ્ચનીચના ઘમંડમાં માનતા હતા તે સૌને એકત્ર કર્યા. શાવ, દંતવકત્ર, વિદુરથ, પાંડૂક, શિશુપાલ, રુકમી, દુર્યોધન, દુઃશાસન વગેરે જરાસંધના સંઘમાં ભળ્યા અને કૃષ્ણવિરોધી મોરચે ર. પાપપ્રેમીઓ એકદમ એકત્ર થઈ ગયા, પણ પુણ્ય પ્રેમીઓ તો હજી ભગવાનની પિછાન પણ નહોતા કરી શક્યા, એ પણ નવાઈ છે કે
એકીસાથે બધા જેમ, પાપી એકત્ર થાય છે; તેમ શીધ્ર ને એકત્ર, પુણ્યશાળી થઈ શકે. (પા. ૪૫૮)
(2) નારીહૃદયની પ્રતિષ્ઠા
દ્વારકાની સુવ્યવસ્થા ગોઠવાઈ ન ગોઠવાઈ ત્યાં એક પ્રસંગ બન્યું કે વિદર્ભરાજ ભીમકની પુત્રી રુકિમણુએ બ્રાહ્મણ સાથે સંદેશ મોકલે કે