________________
૩૪૫
આ જોરની આંધી અને ધૂળની વર્ષોમાં પોતાના કૃષ્ણને ન જેતા યશોદાજી મોટા શોકમાં પડી ગયાં. મતલબ કે, યશદાજી તો વાડે મરતાં ગાયની જે દશા થાય, તેવાં દીનહીન બની ગયાં ને પૃથ્વી પર પછડાયાં. પણ જ્યારે તેફાન શાન્ત થઈ ધૂળનું ઊડવું બંધ થયું ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળી વ્રજની ગેપીએ તરત ત્યાં દેડી આવી. નંદનંદન શ્યામસુંદર શ્રીકૃષ્ણને ન જોવાથી ગોપીઓનાં હૃદયમાં પણ આગ લાગી ગઈ. તે સૌની આંખોમાંથી આંસુડાં વહેવા લાગ્યાં અને ખૂબ ખૂબ રડવા મંડી પડી. અહીં તૃણાવર્ત જ્યારે તોફાન મચાવી ભગવાન શ્રીકૃષ્ણને આકાશમાં ઉપાડી લઈ ગયો, ત્યારે ભગવાનના ભારે બોજાને ન સહી શકવાને કારણે તૃણાવર્તને જે મહાવેગ હતો તે ધીરો પડવા લાગ્યા. તે બહુ આગળ ન વધી શક્યો ! ભગવાન તે તેના તૃણાવતના) પિતાનાથીયે વજનમાં ભારે થઈ ગયેલા, તેથી તૃણાવર્તને એ મેટા પહાડ જેવા ભારે જણાતા હતા, જેથી તેણે ભગવાન કૃષ્ણને પાડી નાખવાની કોશિશ કરી. પરંતુ એમાં તે (તૃણાવર્ત) સફળ ન થઈ શક્યો. અદ્દભુત બાલ
સ્વરૂપ કૃષ્ણજીએ એના ગળાને જોરથી પકડી રાખેલું. ભગવાને એટલા બધા જોરથી એ દૈત્યનું ગળું પકડેલું કે આખરે તે અસુર થાકી ગયા, નિષ્ટ બની ગયે, એની આંખે બહાર નીકળી આવી, વાણું સાવ બંધ થઈ ગઈ, પ્રાણપંખેરું ઊડી ગયું અને બાળક શ્રીકૃષ્ણ સાથે તે વ્રજમાં ખૂબ ઊંચે આકાશમાંથી નીચે પટકાયે!
ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈને રોતી હતી, તે સૌએ જોયું કે એક મોટી શિલા પર પેલા દૈત્યને દેહ પડીને જેમ ભગવાન શંકરનાં બાણથી ઘવાયેલો ત્રિપુર નામને રાક્ષસ પડતાં પડતાં ચૂરેચૂરા થયેલે, બરાબર તેમ જ તેના એકેએક અંગના ચૂરેચૂરા થઈ ગયા હતા, ભગવાન શ્રીકૃષ્ણ બાળક છતાં, તેવે વખતે તેની છાતી ઉપર લટકી રહેલા ! આ જોઈને ગોપીએ આશ્ચર્યમુગ્ધ બની ગઈ ! એ બધીઓએ