________________
૩૫૯
વતાં માતાજીને રેકી રામાં. તરત માતા યશોદાએ બાળક કૃષ્ણને પિતાની ગોદમાં ઉઠાવી લીધા. વાત્સલ્યસ્નેહની અધિકતાથી થશેદાનમાં
સ્તનમાંથી દૂધ તે સ્વયં ઝરતું જ હતું એટલે બાલક કૃષ્ણ તે ધાવવા લાગી ગયા અને યશોદાજી મંદ મંદ રિમત કરતાં એના મુખારવિંદને જોવા લાગ્યાં. એટલામાં જ બીજી બાજુ ઉકળતા દૂધમાં ઊભરી આવ્યું. તે જોઈ યશોદાજી એને અતૃપ્ત મૂકીને જ જલદી જલદી ઊકળતું દૂધ ઉતારવા ચાલ્યા ગયાં. આથી બાલક શ્રીકૃષ્ણને કાંઈક ક્રોધ આવી ગયું અને એના લાલ લાલ હોઠ ફફડવા લાગી ગયા. એમને દાંતથી દબાવી બાલ શ્રીકૃષ્ણ પાસે જ પડેલા લેઢાથી દહીંનું માટલું ફાડી નાખ્યું, બનાવટી આંસુ આંખેમાં ભરાઈ આવ્યાં અને બીજા ઘરમાં જઈ એકાંતમાં માખણ ખાવા લાગ્યા.
યશોદાજી ઊકળેલા દૂધને ઉતારી આ ઘરમાં આવે છે ત્યાં તે દહીંનું માટલું ટુકડે ટુકડા થયેલું જોયું. તે સમજી ગયાં કે આ કરતૂક પિતાને લાલાનાં જ છે. સાથે જ યશોદાજીએ જોયું કે પાછો એ લાલ રફુચક્કર થઈ ગયો છે ત્યારે તે યશદાજીનું હસવું રોકવું રેકાયું જ નહીં. આસપાસ શોધતાં દેખાયું કે શ્રીકૃષ્ણ તે એક ઊંધા વાળેલા ઊખલ પર ઊભા છે અને શીકાં પરનું માખણ લઈ લઈને વાંદરાઓને ખૂબ ખૂબ લૂંટાવી રહ્યા છે. વળી એને એ પણ ભય છે કે કદાચ પોતાની ચોરી ઉઘાડી પડી જશે, એથી ચોંકી ચકીને ચારે બાજુ તાકતા રહે છે! આ જોઈ ધીમે ધીમે યશોદાજી એમની પાસે જઈ પહયાં. જ્યારે બાળકે આ જાણ્યું કે માતા યશોદા હાથમાં લાકડી લઈ મારી તરફ આવી રહ્યાં છે, ત્યારે ઝટઝટ ખલ પરથી કૂદી ડરીને ભાગ્યા. પરીક્ષિતજી ! યશોદા માંડ માંડ પકડી તે શકયા, પણ ડરી ગયેલા બાળકને જોઈ તેણીએ લાકડી તે ફેકી દીધી. પછી તેને લાગ્યું કે એક વાર એને બાંધવો જોઈએ એમ વિચારી ઊખલ સાથે બાંધવા લાગ્યાં કે પેલી રસ્સી બબ્બે આંગળી નાની નાની પડતી જ ગઈ. બીજી રસ્સીઓ પણ જોડતાં ગયાં તેય નાની નાની