________________
જોયું, પિતાને આ પ્રાણપ્યારો નાનેરે બાળ રસીથી બંધાઈ ખાંડણિયાને ઢસડ ઢસડત ચાલે છે. ત્યારે તરત તેમણે હસતાં હસતાં જલદી જલદી એ રસ્સીની ગાંઠ છોડી કાઢી.
પરીક્ષિત ! ભગવાન કૃષ્ણની આમ એકથી એક વધી જાય તેવી તો અનેક લીલાઓ છે. સર્વ શક્તિમાન એ ભગવાન ક્યારેક ક્યારેક તો ગોપીઓને ફોસલાવવા સાધારણ બાળકની માફક નાચવા લાગી જાય, તે કોઈ વાર ભોળા-ભલા અજાણુ બાળકની માફક ગાવા લાગી જાય ! કયાં સુધી કહું ? તેઓ પીએના હાથની કઠપૂતળી બની ગયા હતા. ક્યારેક ગોપીઓની આજ્ઞાથી પીઢિઓ લઈ આવે, તો કઈ વાર બશેરી વગેરે તેલવાનાં વજને ઉપાડી લાવે, તો વળી કઈ વાર પિતાનાં પ્રેમી ભક્તજનોને રિઝવવા માટે પહેલવાનોની માફક તાલ હેડકવા લાગી જાય. આ પ્રમાણે એ સર્વ શકિતમાન ભગવાન પોતાની બાળલીલાઓથી વ્રજવાસીઓને આનંદ પમાડતા અને સંસારમાં જે લેકે ભગવાનને યથાર્થ જાણે છે તેમને એ સમજાવતા હતા કે જુઓ, હું મારા ભકતોને આધીન છું. ક્યારેક કોઈ દિવસ “ફળ લો ભાઈ ફળ !” એમ બેલતી બોલતી ફળ વેચવાવાળી નીકળતી તે સમસ્ત કર્મો અને ઉપાસનાનું ફળ આપનારા એ અશ્રુત ભગવાન તે ફળ ખરીદવા પિતાના નાનકડા ખોળામાં અનાજ લઈ એકદમ દોડતા. જો કે અનાજ તો રસ્તામાં વેરાઈ જતું, પણ પેલી ફળ વેચવાવાળી બાઈ તે એમના બન્ને હાથ ફળાથી સહેજે સહેજે ભરી જ દેતી હતી. અહીં વળી એવી લીલા ભગવાનની થતી કે એ બાઈની ફળા રાખવાની ટોપલી સ્વયં રત્નોથી જ ભરાઈ જતી ! એવી જ રીતે બાળકે સાથે રમતાં રમતાં મેડું થાય તો પ્રથમ રહિણું મનાવવા જાય પણ તેમના બેલાવ્યા ન આવે એટલે યશોદાજી જઈ સમજાવેઃ “બેટાઓ ! ભૂખ્યા થયા હશે, ચાલે, નંદરાજા જમવા બેસી ગયા છે, તેઓ તમારી વાટ જુએ છે. ચાલે, તમારાં અંગ માટીથી ખરડાયાં છે. માટે ન્હાઈ, ધોઈ કપડાં બદલે