________________
૩૫૮
વસુ હતા. એમનું નામ કોણ હતું અને એમનાં ધર્મપત્નીનું નામ ધરા હતું. એમણે બ્રહ્માજીના આદેશનું પાલન કરવાની ઇચ્છાથી બ્રહ્માજીને વીનવ્યું કે “ભગવન્! જ્યારે અમે પૃથ્વીપટ પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી એવી અનન્ય પ્રેમભરી ભક્તિ છે, કે જે ભકિત દ્વારા અનેક સંસારી લેકે સહેજે સહેજે દુર્ગતિઓને પાર કરી જાય છે. બ્રહ્માજીએ કહ્યું : “હા, એવું જ થશે.” તેઓ જ આ છે, નંદ અને યાદ નંદયાદાને ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ થયે. બ્રહ્માજીનું વચન ખરું પાડવા માટે જ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં સમસ્ત વ્રજવાસીઓને બાળલીલાઓને આનંદ કરાવવા આવીને રહ્યા.”
આ વાતને આગળ લંબાવતાં શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિત ! એકદી નંદરાણુ યશદામાતાએ ઘરની દાસીઓને તો બીજાં કામોમાં લગાડી દીધી હતી અને પોતે પોતાના બાળલાલાને માખણ ખવડાવવા માટે દહીંનું વલોણું કરવા લાગેલાં. પરીક્ષિતજી મેં તમારી સાથે ભગવાનની જે જે બાળલીલાઓનું વર્ણન કર્યું છે એ બધીનું
સ્મરણ કરતાં કરતાં એ લીલાઓને યશોદા પિતાના મધુરકંઠે ગાતાં પણ જતાં હતાં અને દહીં પણ ઝેરતાં જતાં હતા. યશોદાએ આ ટાણે પિતાના સ્થળ કેડના ભાગને સતરથી બાંધેલ તથા તેણીએ રેશમી ઘાઘરો પહેર્યો હતો. યશોદાજીના પુત્રસ્નેહે કરી સ્તનમાંથી દુધ ઝર્યું જતું હતું અને તે કંપતાં પણ હતાં જ. નેતરાં ખેંચતાં ખેચતાં એમની બાવડાં તો થાકી જ ગયેલાં. હાથનાં કંકણે અને કાનનાં કણ ફૂલ હાલી ચાલી રહ્યાં હતાં. મેઢા પર પરસેવાનાં ટીપાં ચળકી રહેલાં અને એટલામાં ગૂંથાયેલાં સુંદર માલતી ફૂલે ત્યાંથી નીચે પડી રહ્યાં હતાં. એ સુંદર ભમરવાળા યદા આ રીતે દહીં વલાવી રહ્યાં હતાં એ જ વખતે ભગવાન કૃષ્ણ દૂધ પીવા, વલોણું કરતી મા પાસે આવ્યા અને માતાજીના હૃદયના પ્રેમ અને આનંદ વધારતાં વધારતાં દહીંનું વલેણું જ પકડી લીધું અને વલ