________________
૩૫૭
ઊભરાઈ જવા લાગ્યા ! મતલબ કે બધા દે, ઉપનિષદ, સાંખ્ય
ગ અને ભક્તજને જેમના ગુણયશ ગાતાં ગાતાં થાકતા નથી, એમને જ યશોદાજી પિતાને પુત્ર માનતાં હતાં એમ જ માનવા લાગી ગયાં. કેવું આશ્ચર્ય... !
દામોદર લીલા
જેની કૂખે-ઘેર જમે અશ્વર્યવંત છવ તે, છે માબાપ સુસૌભાગી, સર્વ રોગથી ઉચ્ચ તે. ૧ વળી નિર્દોષ બાલવ, શુચિ તે જે સ્થળે વીત્યું
તે પણ મેક્ષ મેઘેરું, ભક્તોને માત્ર સોહ્યલું. ૨ રાજા પરીક્ષિતજીએ પૂછ્યું: “હે શુકદેવજી ! નંદબાબાએ એવી કઈ મંગલમય સાધના કરેલી અને યશોદાજીએ તે વળી એવું કહ્યું વિશિષ્ટ તપ કર્યું હતું કે એમના સ્તનનું પાન ખુદ ભગવાને જાતે કર્યું? ઉપરાંત ભગવાન કૃષ્ણની જે બાળલીલાઓ ગોવાળિયાઓનાં બાળકો સાથે (પતાનાં અશ્વર્ય અને મહત્તા ગુપ્ત રાખી) થી તે પણ એટલી તો પવિત્ર અને આનંદદાવિની છે કે જેમને માત્ર શ્રવણ-કીર્તનથી પણ લોકોના પાપ-તાપ શાન્ત થઈ જાય છે, ત્રિકાલદર્શ જ્ઞાની પુરુષ આજે પણ એમનું મંગલગાન કર્યા કરે છે, એમાંનું કંઈ પણ બાળજીવનનું સુખ એમનાં સગાં માબાપ દેવકીવસુદેવજીને તે જોવા જ ન મળ્યું ! ઊલટું એ બધું સુખ તે આ નંદબાબા અને મહાભાગી એવાં યશોદાજી જ કેમ લૂટી રહ્યું છે ? આનું કારણ આપ કહો.”
બ્રહ્મચારી શુકદેવજી કહ્યું : “નંદરાજા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ