________________
३४७
અનુટુપ વ્યવહાર મહીં ધર્મ અને સિદ્ધાંત-મૂતા, થાયે પ્રગટ સંપૂર્ણ, જ્ઞાનીની તે વિશેષતા. ૨ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજીએ આગળ ચલાવ્યું : “રાજનું એક દિવસ યશોદાજી પિતાના અતિપ્રિય અને લાડીલા શિશુને ગોદમાં લઈ ઘણું જ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યાં હતાં. તેઓ એટલાં બધાં વાત્સલ્યરસમાં તરબોળ બનેલાં કે એમનાં સ્તનમાંથી આપમેળે જ દૂધ ઝયે જતું હતું. પરીક્ષિતજી ! આ લગભગ તે વખતની વાત છે કે શ્રીકૃષ્ણ પ્રાયઃ દૂધ પી ચૂક્યા હતા અને યશેદાજી શિશુના મંદમંદ હસી રહેલા મેઢાને ચૂમી રહ્યાં હતાં. બસ, તે જ વખતે શ્રીકૃષ્ણને બગાસું આવી ગયું. બગાસું ખાવાને લીધે શ્રીકૃષ્ણનું મેટું ખૂલી જાય છે તે સ્વાભાવિક હતું. પરંતુ જેવું તે મેટું ખૂલ્યું કે યશોદાજીએ એમાં આકાશ, અંતરીક્ષ, જાતિમંડળ દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દીપ, પર્વત, નદીઓ, વન અને સમસ્ત ચરાચર પ્રાણીઓને પણ જોયાં. આમ પોતાના એ પુત્રના મેમાં આ પ્રમાણે એકાએક આખું જગત જોઈને યશદાજીનું શરીર તો એકદમ કંપી જ ઊઠયું, યશોદાજીએ પોતાની માટી મોટી આંખો બંધ કરી નાખી. તે અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયાં !...
પરીક્ષિતજી ! યદુવંશીઓના કુલના પુરોહિત હતા શ્રી ગર્ગા ચાર્યજી. તેઓ ઘણુ તપસ્વી પણ હતા જ. તેએ વસુદેવજીની પ્રેરણાથી એકદા નંદબાબાના ગોકુળમાં પધાર્યા. એમને જોઈને નંદબાબાને બહુ પ્રસન્નતા થઈ. તેઓ હાથ જોડીને તરત ઊભા થઈ ગયા, એમનાં ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર બાદ એમણે ખુદ તેઓ ભગવાન જ છે એવા ભાવે એમની પૂજા કરી. આમ જ્યારે ગર્ગાચાર્યજી આરામથી બેસી ગયા અને એમને અતિથિસત્કાર થઈ