________________
૩૦૯
રાજા પરિક્ષિતજીએ બ્રહ્મચારી શુકદેવજીને પૂછયું : “ભગવાન ! આપે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તારનું અને એ બને વંશમાં જન્મેલા રાજાઓનું અદ્ભુત ચરિત્રવર્ણન કર્યું. ભગવાનના પરમ પ્રેમી મુનિવર ! આપે સ્વાભાવિક રીતે જ ધર્મપ્રેમી યદુવંશનું પણ વિશદતાથી વર્ણન કર્યું. તો હવે આપ કૃપા કરીને એ જ યદુવંશમાં પોતાના અંશરૂપ શ્રી બલરામજીની સાથે પોતે જમ્યા, એવા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર જીવનચરિત્ર પણ મને સંભળાવો ! ખરેખર તે ભગવાન શ્રી કૃષ્ણજી સર્વ જીવોના જીવનદાતા અને સર્વાત્મ સ્વરૂપ જ છે. એમણે યદુવંશમાં અવતાર ધારણ કરી જે જે મનહર લીલાઓ કરી, તે બધીને પણ આપ સવિસ્તરપણે અમને સંભાળવો! એ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અને એમની લીલાઓ; એટલી બધી મધુર અને સ્વભાવથી જ સુંદર છે કે જે વિરાગી મહાપુરુષોના -હદયમાં લેશ સરખી લાલસા–તૃષ્ણા નથી, તેઓ તો તે કથાઓ પ્રત્યે આકર્ષિત થઈ; નિત્યનિરંતર એ લીલાઓનું ગાન કર્યા જ કરે છે ! તો પછી જેઓ આ ભવરોગથી છૂટવા માગે છે, તેમને માટે એસડરૂપ છે જ અને જન્મમૃત્યુના ચક્કરમાંથી તે ઝટઝટ છેડાવી દે તેવી છે. અને જેઓ ઘણું ઘણું વિષયાસક્તિ ધરાવે છે, તેમનાં મન અને કાન પણ એ કથા સાંભળતાં એમાં જ આનંદમય બની જાય છે. એ પામરેને પણ એ કથાઓમાંથી ઊંડો રસ અને બહુ સુખ મળી શકે છે ! આવી સુખની સ્થિતિમાં કાં તે પશુઘાતી સિવાય કોઈ પણ એવો જીવ નહીં જ નીકળે કે જે મુક્તિ ઝંખતે હોય અને આ ભગવાનની લીલાઓ સાંભળવામાં રુચિ ન કરે, ભગવતકથા પ્રત્યે પ્રેમ ન કરે ! વળી મારા કુળ સાથે તે ભગવાન શ્રી કૃષ્ણનો ઘણું મટે સંબંધ છે જ ! જ્યારે કુરક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થતું હતું અને દેવોને પણ જીતી લેવાવાળા દાદા ભીષ્મ આદિ અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થતું હતું, તે સમયે કૌરવોની સેના તો એમને અપાર સમુદ્ર જેવી લાગતી હતી . જેમાં દાદા ભીમ જેવા મોટા મોટા મગર