________________
૩૨૭
શામાં પ્રવેશ કરશે ? આથી જ આપ પ્રવેશ ન કરવા છતાં જાણે પ્રવેશી ગયા છે એમ લાગે છે! આત્મતત્તવ સિવાય બીજી કોઈ પણ વસ્તુ યુક્તિ-સંગત નથી, કેવળ નામમાત્ર છે. જ્યાં બુદ્ધિ ન પહોંચે, ત્યાં બુદ્ધિથી નિર્ણય કરવામાં કઈ બુદ્ધિમત્તા છે? આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણ અને વિકાસથી રહિત છે છતાંય આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયતા આપ થકી જ થાય છે. આ વાત પરમ અશ્વર્યશાળી, પરબ્રહ્મ પરમાત્મા ! આપને માટે જરા પણ અસંભવિત નથી. કારણ કે સત્વ, રજ અને તમ એ ત્રણેયનું આશ્રયસ્થાન આપ પોતે જ છે. આથી જ તે ત્રણે ગુણેના કાર્ય વગેરેનું આરોપણ આપમાં જ થાય છે.
મતલબ કે, આપ જ ત્રણે લેકની રક્ષા કરવા માટે પિતાની માયાથી સવમય સફેદરણું (પિષણકારી વિષ્ણુ) રૂપ ધરે છે. ઉત્પત્તિ માટે રજોગુણપ્રધાન રાતા રંગના (સુજનકારક) બ્રહ્મારૂપ અને પ્રલય સમયે તમે ગુણપ્રધાન કાળારંગના (સંહારકારક) રુદ્ર(શંકર)રૂપ પણ આપ જ સ્વીકારે છે. આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છે ! આ સંસારની રક્ષા માટે જ આપે મારે ઘેર જન્મ લીધે છે. કારણ કે આજકાલ કરડે અસુર સેનાપતિઓએ રાજ-નામ ધારણ કર્યું છે, પિતાને અધીન સેનાએ સુદ્ધાં રાખી છે, પણ તે બધાને આપ સંહાર કરવાના છે. એ દેવતાઓના પણ આરાધ્ય દેવ! આ કંસ ઘણે દુષ્ટ છે. એને જ્યારે ખબર પડી કે આપને અવતાર મારે ઘેર થવાનો છે, એટલે આપના ભયે કરીને આપના મોટાભાઈની કંસે હત્યા કરી નાખી. હમણાં જ કંસના દૂતિ આપના અવતારના સમાચાર કંસને સંભલાવશે અને તે તરત તૈયાર થઈ હમણાં જ તે હાથમાં હથિયાર લઈને અહીં દોડો દોડો આવશે.
બ્રહ્મનિષ્ઠ શુકદેવજી કહે છે: “જેમ વસુદેવજીએ આ રીતે ભગવાનને તરત ઓળખી લીધા, એમ દેવકીજી તરત તે ભગવાનને