________________
3yo
માતા યશોદાજીએ પિતાના પુત્રને ધવડાવ્યું અને પછી પારણુમાં સુવાડી દીધા. એ જ સમયે નંદબાબા પોતે અને એમના સાથે ગોવાળિયાઓ મથુરાથી ગોકુળમાં આવી પહોંચ્યા અને જ્યારે એ સીએ પૂતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ! તેમને સૌને થયું કે વસુદેવજી પૂર્વજન્મના યોગીશ્વર દેવા જોઈએ, કારણ કે એમણે કહેલ ઉત્પાત પ્રત્યક્ષ દેખાય છે ! એટલામાં વ્રજવાસીઓએ કુહાડાએથી પૂતનાના શરીરના ટુકડેટુકડા કર્યા અને ગોકુળથી દૂર લઈ જઈ લાકડાં પર, તે બધાને રાખી બાળી નાખ્યા ત્યારે તેમાંથી અગરુ ચંદન જેવી સુગંધ નીકળી, કારણ કે ભગવાને જાતે દૂધ પી તેનાં પાપ નષ્ટ કરેલાં. જો કે એ મહાઘાતી-મહારાક્ષસી હતી, ઘણાં બાળકોના પ્રાણ તેણુએ લીધેલા, ખુદ ભગવાનરૂપી આ વાસુદેવનેય મારવા ઈચ્છતી હતી, છતાં પૂતનાને પુરુષોને માંડ મળી શકે તેવી પરમ ગતિ મળી ગઈ. તે પછી સમપિત થયેલાંઓને તે પરમ ગતિ પ્રાપ્ત થાય તેમાં નવાઈ જ શી ? આ રીતે પુત્રરૂપે જતી ગેપીમાત્રને તે ઉદ્ધાર થાય, તે સ્વાભાવિક હતું. નંદબાબા સાથે આવેલા ગોવાળિયાઓએ દૂરથી સુગંધ અનુભવી. પૂછવાથી તરત આખુંયે વૃત્તાંત સ્થાનિક ગોપીઓ વગેરેએ કહી સંભળાવ્યું. પૂતનાનું મોત અને કુશળતાપૂર્વક કૃષ્ણને બચાવ એ ખરેખર અભુત હતું! નંદબાબાના આનંદને પાર ન રહ્યો. બાલકૃષ્ણને ગોદમાં લઈ તેમણે ખૂબ પ્યાર કર્યો ! આ પૂતનામક્ષ ભગવાન કૃષ્ણની અદ્દભુત બાળલીલા છે. જે માનવી શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે એને ભગવાન કૃષ્ણ પ્રત્યે અવિચળ પ્રેમ પ્રાપ્ત થાય છે.”