________________
૩૩૯
અંગોમાં છાણ લગાડી ભગવાનનાં કેશવ આદિ નામોથી રક્ષા કીધી. તે પછી ગોપીઓએ “અજ' વગેરે અગિયાર બીજમંત્રોથી પિતાના અંગમાં અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી એ બાળકનાં અંગોમાં બીજન્યાસ કર્યો.
તે બધી ગોપીઓ કહેવા લાગીઃ “અજન્મા ભગવાન તારા પગની રક્ષા કરે, મણિમાન ગોઠણની, યજ્ઞપુરુષ જાંઘોની, અશ્રુત કમરની, હયગ્રીવ પેટની, કેશવ હૃદયની, ઈશ છાતીની, સૂર્ય કંઠની, વિષ્ણુ બની, ઉરુક્રમ મોઢાની અને ઈશ્વર માથાની રક્ષા કરે ! ચક્રધર ભગવાન તારી આગળથી રક્ષા કરે, પાછળ ગદાધર-હરિ, બને બગલોની તથા ક્રમશઃ ધનુષ અને ખગ્ર ધારણ કરવાવાળા ભગવાન મધુસૂદન અને અજ, ચારેય ખૂણાઓમાં શંખધારી ઉગાય ગરુડવાહન, ઉપેદ્ર ઉપર, હલધર પૃથ્વી પર અને ભગવાન પરમ પુરુષ તારી બધી બાજુ રહીને રક્ષા કરે ! ઋષિકેશ ભગવાન ઈદ્રિાની અને નારાયણ પ્રાણોની રક્ષા કરે ! વેતદ્વીપના અધિપતિ ચિત્તની અને
ગીશ્વર મનની રક્ષા કરે ! પ્રશ્ચિગભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરે ! રમતી વખતે ગાવિંદ રક્ષા કરે ! સતી વખતે માધવ રક્ષા કરે ! ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરે ! ભોજનને વખતે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞકના ભગવાન તારી રક્ષા કરે ! ડાકિની રાક્ષસી અને કુષ્માંડા વગેરે બાલગ્રડ, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ અને વિનાયક, કટરા, રેવતી, જયેષ્ઠા, પૂતના, માતૃકા આદિ શરીર, ઈદ્રિય તથા પ્રાણેને નાશ કરવાવાળા ઉન્માદ (પાગલપણું) અને મરકી આદિ રોગો, સ્વપ્નમાં જોયેલા મહાન ઉપાત, વૃદ્ધગ્રહ અને બાલગ્રહ વગેરે આ બધાં અનિષ્ટો ભગવાન વિષ્ણુને નામોચ્ચાર કરવાથી ભયભીત થઈ નષ્ટ થઈ જાય છે. આ મુજબ ગોપીઓએ પ્રેમપાશમાં બંધાઈ શ્રીકૃષ્ણની રક્ષા કીધી.