________________
૩૨૬
ભગવાન જ પધારેલા છે, ત્યારે પહેલાં તો એમને અસીમ આશ્ચર્ય થયું. પછી આનંદથી એમની આંખે ખીલી ઊઠી. એમને રોમે રોમ પરમાનંદ પથરાઈ ગયો. શ્રીકૃષ્ણનો આત્મોત્સવ મનાવવાની ઉતાવળમાં એમણે એ જ સમયે બ્રાહ્મણને માટે દશ હજાર ગાયોને સંકલ્પ પણ કરી નાખ્યો. પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણની અંગકાન્તિથી પ્રસૂતિગૃહ ઝગમગતું હતું. જ્યારે વસુદેવજીને એ સમજઈ ચૂકયું કે આ તે પરમ પુરુષ પરમાત્મા જ છે, ત્યારે ભગવાનને પ્રભાવ જાણવાને લીધે એમને બધે જ ભય જતો રહ્યો. એમની પોતાની બુદ્ધિ સ્થિર કરીને એમણે ભગવાનના ચરણમાં પિતાનું માથું ઝુકાવી દીધું અને પછી હાથ જોડીને તેઓ તે ભગવાનની સ્તુતિ કરવા લાગી ગયા !”
પ્રભુ-પ્રાગટય
માયા વશ ન થાયે ને, માયા વશ કરે ખરે; એવો વિકાસશીલાત્મા, અવતારી પ્રભુ ઠરે. ૧ અધમ આસુરી વૃત્તિ, તેને હટાવતા પ્રભુ માનવીય ગુણે ધર્મ, તેને ઉજાળતા પ્રભુ. ૨
વસુદેવજી બેલ્યા: “હું સમજી ગયે કે આપ પ્રકૃતિથી ઉપર અને અળગા એવા પુરુષોત્તમ છો ! આપનું સ્વરૂપ કેવળ આનંદ જ છે ! આપ સમસ્ત બુદ્ધિઓના એક માત્ર સાક્ષી છે ! આપ જ સંસારના આરંભમાં આપની પ્રકૃતિ મારફત આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો અને પછી તેમાં નથી પ્રવેશતા તોય પ્રવેશેલા હે એમ જણાઓ છે ! મતલબ ગુણેનું આવરણ આપને ઢાંકી નથી શકતું. ખરી રીતે આપ નથી બહાર કે નથી અંદર ! પછી આપ