________________
અવતરણને અવસર વાણી ગમ્ય નથી તે યે, સદા વાણુ વડે સ્ત; બ્રહ્મા–મહેશને મુખ્ય રાખી દે પ્રભુ ભજે. ૧ પ્રભુ પણ ધરે દેહ અધર્મને દબાવવા ધર્મને તાજગી આપે, તે સાચું એક અર્થમાં. ૨
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : “રાજન પરીક્ષિત ! ખરેખર તે ભગવાનનું સ્વરૂપ વાણુથી વર્ણવી શકાતું જ નથી, છતાં બ્રહ્માજી અને ભગવાન શંકરની આગેવાની તળે બધા દેવોએ પોતપોતાની રીતે પિત પિતાની કક્ષા મુજબ બુદ્ધિ દ્વારા વાણુથી વર્ણન કર્યું અને એ રીતે સંતોષ માન્યા પછી બ્રહ્મા-મહેશની આગેવાની તળે પોત પોતાને સ્થાને પ્રયાણ કર્યું.”
ત્યારબાદ શ્રી શુકદેવજી કહે છેઃ “હવે બધા શુભ યુથી સંકળાયેલ ઘણે સોહામણે સમય આવી પહોંચ્યા. તે સમયે રોહિણું નક્ષત્ર હતું. આકાશમાં બધાં નક્ષત્ર, ગ્રહ, તારાઓ શાંત સૌમ્ય જોશી રહ્યાં હતાં; દિશાઓ સ્વચ્છ અને પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા. પૃથ્વીનાં મેટાં મોટાં શહેર તથા નાનાં નાનાં ગામમાં આહીરોની વસતિઓ અને હીરા આદિની ખા મંગલમય દેખાઈ રહ્યાં હતાં. નદીઓનું પાણું પણ નિર્મળ બની ચકર્યું હતું. રાતને સમયે પણ સરોવરમાં કમળ ખીલતાં જણાતાં હતાં. વનમાં વૃક્ષોની હારની હાર રંગબેરંગી પુષ્પ ગુચછાઓથી લદાઈ ગયેલી જણાઇ પડતી હતી. ક્યાંક ક્યાંક પક્ષીઓ ગીતડાં ગાતાં હતાં, તો ક્યાંક વળી ભમરાઓ ગણગણતા જણાતા હતા, તે વખતે પરમ પવિત્ર અને પુણ્ય ગંધથી ભરેલે વાયુ, કેઈને સ્પર્શી જાય તે તેને અત્યંત સુખને અનુભવ થતો હતે. અલબત્ત, એવા પવનની