________________
૩૧૫
મારી નાખશે ” કંસ મોટે પાપી હતી. એની દુષ્ટતાને કેઈ સીમા ન હતી! ખરેખર તે તે ભજવંશના કલંકરૂપ જ હતું. આકાશવાણી સુણતાં વાર જ કંસે તલવાર ખેંચી પોતાની બહેનને એટલે પકડી દેવકીજીને મારવા તૈયાર થઈ ગયો, તે ઘણે દૂર તો હતો જ, પાપી કામ કરતાં નિર્લજજ પણ થઈ ગયેલ.
હવે વસુદેવજી રાજા કંસને કહે છે: “રાજકુમાર ! આપ ભેજ વંશને તેજેય વંશધર છો !!! મોટા મોટા શુરવીરો પણ આપના ગુણેથી પ્રશંસા અને સમર્થન કરે છે ! અહીં તમારી સામે એક તે નારી જતિ, વળી તમારાં બહેન અને બીજુ આ વિવાહને શુભ અવસર ! આવી સ્થિતિમાં આપ એમનો વધ કેવી રીતે કરી શકશો? વીર શ્રેષ્ઠ ! જે જન્મે છે તેની સાથે મૃત્યુ તે જોડાયેલું છે જ. તે તરત થાય કે સે વર્ષ બાદ થાય, પણ થાય તે છે જ. જ્યારે શરીરને અંત આવી જાય છે, ત્યારે જીવ પોતાના કર્માનુસાર બીજા શરીરને ધારણ કરી લે છે અને પ્રથમના શરીરને છોડી દે છે. પરવશપણે એને આમ કરવું જ પડે છે. જેમ ચાલતી વખતે માનવી પ્રથમ પગ સ્થિર કરીને જ બીજો પગ ઉપાડે છે તેમ જીવ પણ પિતાના કર્મને અનુસાર બીજુ શરીર એક અર્થમાં પામ્યા પછી જ પ્રથમનું શરીર છેડી દેતે હોય છે. જેમ કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં રાજાનું આશ્વર્ય દેબી અથવા દેના ઈન્દ્રનું ઐશ્વર્ય સાંભળીને એની અભિલાષા કરતો થઈ જાય છે અને એનું ચિંતન કરતે કરતે એ જ વાતમાં ઓતપ્રેત બની એકરૂપ થઈ જાય છે તથા સ્વપ્નમાં પિતાને જ રાજ કે ઈન્દ્રના રૂપમાં અનુભવ કરવા લાગે છે અને પોતાની ગરીબ અવસ્થાનાં શરીરને ભૂલી જાય છે; વળી કઈ કઈ વાર તે જાગ્રત અવસ્થામાં જ એ જ વાતનું ચિંતન કરતો કરતો તન્મય બની જાય છે અને એને સ્કૂલ શરીરને ખ્યાલ જ નથી રહેતા, તે જ રીતે જીવ કમફત કામના અથવા કામનાકૃત કર્મને અધીન થઈ પિતાના પ્રથમ શરીરને ભૂલી જાય છે અને બીજા