________________
૩૧૭
બહુ જ સમજાવ્યું, પરંતુ તે ફર તે રાક્ષસાનુયાયી થઈ ગયે હતા તેથી એણે પિતાના ભયંકર સંકલ્પને ન છોડયો. વસુદેવજીએ કંસની વિકટ વિષમ એવી હઠ જોઈને વિચાર્યું કે કોઈ પણ રીતે આ ટાણું તે ટાળી નાખવું જ રહ્યું! ! ત્યારે તેઓ એ નિશ્ચય પર પહોંચ્યા કે બુદ્ધિમાન પુરુષે જ્યાં લગી બુદ્ધિ અને બળ સાથ આપે, ત્યાં લગી મૃત્યુને ટાળવાને પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવા છતાં પણ જે તે ન ટળે તે પછી તે પ્રયત્ન કરવાવાળાને દોષ કશે રહેતો નથી. એ માટે આ મૃત્યુરૂપ કંસને પિતાને પુત્ર આપવાની વાત કરીને પણ દેવકીને બચાવી લઉં. મારા પુત્રો પેદા થાય તે પહેલાં કદાચ કંસ પોતે જ મરી જાય, સંભવ છે કે ઊલટું જ થાય કે મારે પુત્ર જ કંસને મારી નાખે. વિધાતાનું વિધાન પ્રથમથી જાણું લેવું બહુ કઠણ છે!! જેમ કેટલીક વાર વનમાં આગ લાગે છે, તે સમયે પાસેન બચી જાય છે અને દૂરનું બળી જાય છે એ બધી વાતોમાં અદષ્ટ સિવાય બીજું કંઈ મહત્વનું કારણ જણાતું નથી; પ્રાણીનું ક્યારે શું થશે, તે જ્ઞાની સિવાય કોઈ જાણી શકતું નથી.
એમ વિચારી અંતે દુઃખ હોવા છતાં ઉપરથી હસતા હોય તેમ વસુદેવજી બોલ્યા: “કંસરાજ ! તમારે તો આકાશવાણી થઈ છે, તેમ આપની બહેન દેવકીજી સાથે તે કાંઈ હરકત નથી, માત્ર એમના પુત્ર સાથે છે; તે એમના પુત્ર તે તમારે હવાલે સહેજે આવી જશે. કંસે વસુદેવજીની વાત માની લીધી, કારણ કે તે વાત કંસને યુક્તિસંગત લાગી અને દેવકી બહેનને મારવાની વાત કંસે છોડી દીધી. પરંતુ એવામાં નારદજીએ આવીને કંસને ચેતવ્યો કે તારી આજબાજુ જે લેક પેદા થાય છે, તે બધા તારા શત્રુઓ છે. એટલે એણે પિતાના પિતા ઉગ્રસેન સહિત અંધકવંશ તેમજ યદુ અને ભેજવંશના રાજાઓને પણ કેદમાં મૂકી દીધા. એ રીતે વસુદેવજી તથા પિતાની બહેન દેવકીને પણ જેલમાં કંસરાજાએ આખરે તો ગયાં જ.”