________________
૩૨૧
અન્યાય-દુઃખથી મેટું, મત્યને અન્ય ના દુઃખ; તે કાઢો જે અહિંસાથી, તે સદા સર્વને સુખ. ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “રાજા પરીક્ષિત ! જયારે કંસે દેવકીજીનું કારાગારમાં સક્ષમ નિરીક્ષણ કર્યું તે એને લાગ્યું કે મારા પ્રાણેના ગ્રાહક એવા વિષ્ણુ આ બહેનના ગર્ભમાં આ વખતે આવી ગયેલા જાય છે ! નહીં તો બહેન દેવકીની કાયાને ઝગમગાટ આટલો બધો પ્રબળ હેય જ નહીં. આ પહેલાં દેવકીની આવી કાયા મેં ક્યારેય બીજાં ગર્ભધાને વખત નથી નીરખી ! હવે મારે ઝટમાં ઝટ ચેતી જવું રહ્યું ! વળી એક તે દેવકીજી પતે એક સ્ત્રી, બીજી બાજુ બહેન છે અને ત્રીજી તે ગર્ભવતી પણ છે. આવી સ્થિતિમાં એક બહાદુર ક્ષત્રિય તરીકે મારાથી એને ઠાર તે નહીં મરાય. તે બીજી રીતે હવે મારે શું કરતા રહેવું? જે હું દેવકીને મારું તો મારી મેળવેલી કીર્તિ, લક્ષમી અને આખું આયુષ્ય બધું જ જાણે નષ્ટ થઈ જાય, તે પછી કરવું શું ? જે કુરતાનો વ્યવહાર કરે છે, તે તો જીવવા છતાં મરેલા જ ગણાય, લેકે મૃત્યુ બાદ તે એવા માણસને સદા ગાળાથી જ વધાવતા હોય છે. એટલું જ નહીં, એ દેહાભિમાની હલકામાં હલકી એવી નરક ગતિમાં જ જાય છે. જો કે કંસ દેવકીજીને જરૂર મારી શકતો હતો, પરંતુ ન જાણે શાથી મારવાના અત્યંત ભર વિચારથી એ હવે સાવ નિવૃત્ત થઈ ચક્યો ! ! ! ભગવાનના પ્રત્યે દઢ વિરભાવ મનમાં ગંઠીને તે સૂતાંબેસતાં, ખાતા–પીતાં, હાલતાં-ચાલતાં એ રીતે ચોવીસેય કલાક તે ભગવાનનો જ વિચાર કર્યા કરતો રહ્યો. જ્યાં એની આંખ પડે, અને જ્યાં કાંઈક ખટકે થાય કે તરત શ્રી કૃષ્ણ જ તે બધામાં એની નજરે પડતા હતા. આ રીતે કંસને આખું જગત વરભાવ હોવા છતાં એકંદરે કૃષ્ણમય જ બની ગયું.
તેવામાં અહીં ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના પ્રા. ૨૧