________________
ભગવાનની નિંદા ન સાંભળી શકવાથી તેમના ભક્તરાજાઓ ઢાલતલવાર સહિત સભા બહાર નીકળવા તત્પર થયા. શિશુપાલે તેમને પણ ખેધે લીધે તેથી ઝઘડે થવા લાગ્યો. એટલે ભગવાને જાતે ઊઠી પિતાને પક્ષ લેનારાને શાંત કર્યા અને સુદર્શન ચક્રથી શિશુપાલનું માથું ઉતારી લેતાં જ શિશુપાલના હૃદયમાંનું તેજ શ્રીકૃષ્ણમાં ભળી ગયું. આ જોઈ બધાંને આશ્ચર્ય થયું. (ઘ) શાલ્વ, દંતવકત્ર, પૌરૂકને નાશ
(ઉપજાતિ છંદ) મદાંધને શુચિ ભાવ નાવે; છે ક્ષુદ્ર પોતે પ્રભુ કૃષ્ણ સામે; દંતવત્ર, શાવ, કરુષ કૂદ્યા,
ને મૃત્યુએ તેહને સદ્ય તૂટયા. (પા. પ૩૫) શ્રીકૃષ્ણ રાજસૂય યજ્ઞમાં ઈદ્રપ્રસ્થમાં હતા એ તકને લાભ લઈ શિશુપાલને મિત્ર શ્રાવ શંકરના વરદાનથી મળેલું વિમાન લઈ દ્વારકા પર ચડી આવ્ય. વિમાનમાંથી શસ્ત્રોની વૃષ્ટિ થઈ. બાગબગીચા, મહેલ, કિલા અને દરવાજા તેના પ્રહારોથી ભાગવા લાગ્યા. પ્રદ્યુમ્ન પ્રજાની રક્ષા માટે લશ્કર લઈને બહાર આવ્યું. શાલ્વ અને યાદો વચ્ચે રોમાંચ ઊભાં કરે એવું યુદ્ધ ચાલ્યું. પ્રદ્યુમ્નની છાતી ગદા પ્રહારથી ફાટી જતાં તે મૂચ્છિત થયો. તેના સારથિ દારુકપુત્રે તેને યુદ્ધથી દૂર લઈ જઈ મૂરછમાંથી મુક્ત કરવા સારવાર કરી. જાગ્રત થતાં જ સારથિને યુદ્ધથી દૂર લઈ આવવા બદલ ઠપકે આપી દેવબચાવની નિંદા કરીને સીધો જ પ્રદ્યુમ્ન વિમાનનો સામનો કર્યો. તેવામાં કૃષ્ણાદિ આવી પહોંચ્યા અને શાશ્વ તથા તેના વિમાનને નષ્ટ કરી નાંખ્યાં.
પાંડૂક પિતાને સાચો વાસુદેવ મનાવત અને કૃષ્ણને મારવા તે જ્યારે આવ્યો ત્યારે તેને પણ પ્રભુએ મારી નાખે. શાવ મરાયે જાણી