________________
૭ર
ભગવાન કૃષ્ણની જેમ જ નીચ–ઉચ્ચ ગોત્રના અભિમાનથી મુક્ત રહી યુધિષ્ઠિર મહારાજે પરવી સાથે, ભીમે હિડંબા રાક્ષસી સાથે, અર્જુને કાલી, નાગકન્યા અને મણિપુરની ચિત્રાંગદા તેમજ સુભદ્રા સાથે, સહદેવે પર્વતકુમારી વિજયા સાથે, નકલે કરેણુમતી સાથે લગ્ન કરી નાગ, રાક્ષસ, ગાંધર્વ, પહાડી લે ઉપરાંત ઉત્તમ આર્ય કુટુંબ સાથે પાંડવોએ લેહીના સંબંધ બાંધ્યા, તેમના પુત્ર મોસાળમાં રહી આર્યસંરકૃતિના વાહક બન્યા. રણમેચ્ચે પણ ગટરગચ્છ અને બભૂવાહનને અગ્ર સરદારી મળેલી, તેમાં શૌર્યથી સૌને તેમણે ચકિત કરી દીધેલા. આમ સંસ્કૃતિસંગમમાં અને અધિકારની અગ્રતામાં આર્ય-આતરને સમાન સ્થાન આપી સમગ્ર ભારતમાં ભાવાત્મક એકતાનું ભગવાને કાર્ય ઉપાડેલું હતું તેનાં બીજ રોપ્યાં અને એમના નિષ્પક્ષપાત અને ભગવાનવશ ધર્મશાસનથી પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. વરસાદ નિયમિત થવા લાગ્યો, વનસ્પતિ, લતા, ઔષધિ ને ગાયો પ્રજા ખાતર સફળ દેવા લાગ્યાં. દેવિક, ભૌતિક અને આત્મિક કલેશ વિદાય થયા.
યુદ્ધઘેલછા અને સત્તાસંપત્તિથી મ ત્ત બનેલા યાદવ યુવકે, તરુણો ને કુમારોમાંથી પણ વિનય વિદાય થવા લાગ્યો હતો ભગવાનને લાગ્યું કે એને ય ભાર પૃથ્વીને લાગે તે હળવો કરવો જોઈએ. એવામાં બન્યું એવું કે જાંબવતીના પુત્ર સાબે સ્ત્રીવેશ ધરી સગર્ભા ડોળ કરી તેના પેટે શું જન્મશે એમ પૂછી મુનિઓની મશ્કરી કરી. મુનિઓએ કહ્યું : “તે એક મુસલને જન્મ આપશે જે તમારા કુળને નાશ કરશે. જેમ કુરુક્ષેત્રમાં બંને પક્ષે આવેલા રાજાઓ એકબીજાના હાથે નાશ પામ્યા તેમ. દારૂના મદથી મર્દોન્મત્ત થઈ યાદ પણ યાદવાસ્થલીમાં પરપર કપાઈ મૂઓ. આમ ભગવાન ભૂમિને ભારરૂપ રાજાઓને નષ્ટ કરવાનું અને ધર્મરાજ દ્વારા ધર્મરાજ્યનાં બીજ વાવવાનું અવતારી કાર્ય પૂરી કરી યે પણ સ્વધામ સિધાવ્યા.