________________
૭૭
તત્ત્વરસાયણ પી પીને સ્વાનુભવ-સભર જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની જીવંત નિર્ઝરણી સરતી કરે છે. નરસિંહ તેની વૈખરી વાણીના પરાગ સમાં નામકીનના પ્રભાવે ભાવુકેનું ભજનસૃષ્ટિ દ્વારા ઊર્ધ્વરેહણ કરાવી ભાવભક્તિની મહેક પ્રસરાવે છે. સંતબાલજી મધ્યમાને માધ્યમ બનાવી ભક્તિને પરિમલ પીરસતા પીરસતા ધર્મપ્યુત સમાજને ધર્મદષ્ટિએ વિચરવાના પ્રયોગ પ્રેરતી બેધભાષાને પ્રાધાન્ય આપે છે. આમ ભાગવત પરાવાણથી સમાધિરસ, પર્યંતિ વાણીથી સત્ત્વપુષ્ટિ, મધ્યમાથી ધર્મોત્થાન અને ખરીથી હરિકીર્તન દ્વારા પાપનું નિવારણ કરી મુક્તિ અપાવે છે ભાગવતના આવા વ્યાપથી શ્રીકૃષ્ણના જીવન દ્વારા અખંદાનંદ સરસ્વતીજી, ડાંગરેજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પાંડુરંગજી, નાનાભાઈ ભટ્ટ, ઈદિરાબેટીજી વગેરેએ પિતાના ભગવદ્-પરાયણ જીવનનાં અનુભવ-અમૃત પ્રગટ કરેલ છે. એના શ્રવણ-વાચનને અલ્પ પ્રસાદ માણી સંતબાલજી મહારાજની ઉપસ્થિતિમાં કેટલીક શિબિરમાં અને સ્વાધ્યાય ચર્ચાઓમાં પ્રાસંગિક ભાગવતના લેખનના આધારે કૃષ્ણચરિત્ર આલેખવા મેં બાળચેષ્ટા કરેલી. ગોપીઓ સાથેના મહારાસરમણ સુધીના આલેખનથી તેઓએ પ્રસન્નતા પ્રગટ કરેલી, એટલે એમાં એમની સંમતિ માનીને આ કૃષ્ણચરિત્ર રજુ કરવાની મેં ચેષ્ટા કરી છે. દ્વારકાગમન પછીનું ચિત્રણ તેઓ જોઈ શક્યા નથી એટલે એમાં ક્ષતિઓ રહેવા પામી હોય તે મારી અલ્પજ્ઞતાને કારણે છે ચાર ફરમા જેવડી લગભગ પુસ્તિકા થાય તેવડા કૃષ્ણચરિત્રના આલેખનમાં ગુરુકૃપા દર્શન અને શ્રીકૃષ્ણ પ્રત્યેને અહેભાવ-સભર પ્રેમાનુભૂતિને પ્રવાહ ૪ મુખ્ય રહ્યો છે અને તેથી જ બાળક જેવી કાલીઘેલી ભાષામાં ભગવાનની ગુણ–પ્રશસ્તિની ધૂનમાં આ લખી નાખેલું છે. એ લખવા પાછળ સંતબાલજી મહારાજની સર્વધર્મ–ઉપાસનામાં રહેલી સુડિતાએ સર્વત્ર સત્ રૂપ આત્મદ્રવ્યને નિડાળતી એવ જેવાની સમદષ્ટિ જે એમને સદ્દગુરુ શ્રી નાનચંદ્રજી મહારાજે આપેલી તે એમણે કેવી વિકસાવી છે તે બતાવવાના કૃતજ્ઞ ભાવે