________________
ઈશ્વર
લાકડા પર ફરતો રંધે લાકડાને કડવે તો ખૂબ લાગે પરંતુ એ લાકડાને દેહ ધાથી છલાઈને સુંવાળા બને, અવનવું ઘડતર પામે, અવનવા રૂપરંગ પામે, કિંમત-ગ્યતામાં અનેક ગણે વધારે થાય ત્યારે એ રંધાની કડવાશ છેલાઈ ચૂકેલા ફરનિયરને સાલતી નથી.
ઈશ્વરનું પ્રત્યેક વિધાન પણ આવી જ રીતે જીવના કલ્યાણના હેતુથી યોજાયું હોય છે, પરંતુ જીવ અજ્ઞાનવશ હાઈ ઈશ્વરના વિધાન સામે બબડજા કરે છે,
સુતારરૂપી ઈશ્વર દુઃખરૂપી રંધે લઈને માનવીના જીવનને ઘડે છે. ગત બજારમાં એની યોગ્યતાને વધારે છે.
ઈશ્વર જગતને નિયંતા છે અને તેથી એ તટસ્થ છે. એ માત્ર પ્રિયકર જ નથી, ભયંકર પણ છે અને હિતકાર પણ છે. એનું પ્રત્યેય સર્જન અગર વિસર્જન વિશ્વની આંખમાં કલ્યાણનું અંજન આંજવા માટે જ જોયું હોય છે.
હા, એ નિયંત્રણ કડવું લાગે ખરું, પરંતુ તે તે ઓસડ જેવું. એ આરંભમાં કડવું લાગે, પરંતુ પરિણામ અતિ મીઠું, અતિ સુખદ હે છે.
કૃષ્ણુશંકર શાસ્ત્રી