________________
૭૫
અધિક મૃદુ હતું. અસલ તા તે વાત્સલ્ય અને કૃપારસના રસનિધિ જ છે. સહાયક પ્રત્યે તેા સદ્ભાવ સૌને હાય પણ વેરભાવથી આવેલાં પુતના, કંસ, શિશુપાલ, દંતવક્ત્ર-ને પેાતાના પ્રકાશમાં સમાવી પાઃ–પદ આપનાર પ્રભુની કૃપાને ક્રાણુ વર્ણવી શકે ? ! પિતાને ગળી જનાર અજગરને જેના કૃપાપ` શાપમુકત કરી સુદર્શન કરાવે છે, બાણાસુરને ભક્તિનું દાન દે છે, એની કૃપાની અસીમતા જ અદ્ભુત છે ! એ પછી યશેાદા માતાના ઢારડાથી બધાઈ જવામાં અને સેાળ હાર એકસેસ આઠ રાણીઓના હૃદયરંજન માટે સોંસારબંધને એમનું બધાવું પણુ એમની અસીમ કૃપા જ હતી. ડંખ દઈ મૂર્ચ્છિત કરનાર કાલીનાગને જે સ્વાતંત્ર્ય આપે છે, તે નાગણી પ્રત્યેની અનેાખી કૃપા જ છે! અને ગાવાળાને સજીવન કરવામાં, અગ્નિપાન કરવામાં અને ગાવ નધરણના કષ્ટવેદનમાં તેા તેમના વાત્સલ્યનાં પૂર હેલે ચડે છે. ગેાપીએના સ્વાત્માના સંગે ભાવાલિંગનમાં, ઉદ્ભવ–મલરામને સંદેશા લઈને મેકલવામાં અને યાત્રા-સમયની ઉર ઉરની એકતામાં ભગવાનની અસીમ કૃપા જ ગેાપીઓને કૃષ્ણમય બનાવી દે છે. કુ અને અકરતે સસ્વરૂપના દાનમાં અને સામેથી એમને ઘેર પધારી એમને પ્રતિષ્ઠિત કરવામાં એમની વ્યવહારસિદ્ધ કૃપા જ છતી થાય છે. ગુરુદેવના પુત્રને યમદ્વારેથી પાછા લાવવામાં દેવકીમાતાને મૃત બાળકોનાં દર્શન કરાવવામાં અને અર્જુનની ટેક જાળવવા બ્રાહ્મણપુત્રાને હાજર કરવામાં એમની વત્સલકૃપા અદ્ભુત આશ્ચય ઉત્પન્ન કરે છે. દ્રૌપદીનાં ચીર પૂરનાર, વિદુરની ભાજી જમનાર, સુદામાને હૃદય સરસા ચાંપી સ્વસ`પત્તિના સ્વામી બનાવનાર, શ્રુતદેવ અને બહુલાશ્વના અતિથિ બની તેમનું બહુમાન કરનાર શ્રીકૃષ્ણનો કૃપા તા સદાય ભકતને આશ્વાસનરૂપ રહી છે. મનુષ્ય તે ઠીક પણ વૃક્ષેાનેય પેાતાના પ્રેમળ સ્વરૂપથી કુબેરપુત્રનું પુનઃ દ આપ્યું. કાચિંડાનેય નૃગનું નિજ સ્વરૂપ બક્ષનાર કૃષ્ણની કૃપા તે માનવથી માંડીને પશુ ને વનસ્પતિ સુધી વિસ્તરી વ્યાપક મૈં વ્યાપક