________________
૭૦
જાળવી ભારત પણ આ માર્ગે પ્રયાણ કરી શકે. સૌ મનોમન સમજી ગયાં કે એવી પાત્રતા ધર્મરાજ યુધિષ્ઠિર જ ધરાવે છે. તે જ વર્ણવિશુદ્ધિ કરશે.
પાંડવવિજય અને ધર્મસંસ્થાપન
(ક) યુદ્ધનું મૂળ હાંસી-મજાક મર્મદા, છતાં જે મત્ય આચરે;
તેનાં કુફળ ચાખે છે; વે'લાં–મેડાંય તે ખરે. (પા. પ૩૨) દુધન ધર્મ ને અધર્મ બંને જાણતા હતા, પણ તેને અધર્મમાં રાચવું ગમતું હતું. તે સાલેભી અને મત્સરથી આંધળા બની ગયો હતે. એવામાં મયદાનવે રચેલી પાંડવ સભામાં જ્યાં જળ સ્થળ જેવું દેખાતું હતું અને સ્થળ જાણે જળ જેવું, દુર્યોધને જ્યાં સ્થળ હતું ત્યાં કપડાં ઊંચાં લીધાં અને જળ હતું ત્યાં જમીન માનીને તેમાં તે લપસ્યો તેથી તેનાં કપડાં બગયાં. આ દશ્ય જોઈ દ્રૌપદી અને ગોખમાં બેઠેલ સે હસી પડ્યાં. આ અપમાનથી તે ક્રોધ ભરાય અને ચાલ્યો ગયો અને પાંડવો ઉપર તેનું વેર વાળવાની યેજના ઘડવા લાગ્યો. એણે યુધિષ્ઠિરને કપટથી જુગારમાં હરાવ્યા. રાજપાટ લઈ લીધું. બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ મળે તાય યુધિષ્ઠિર ન સમજ્યા. છેવટે દ્રૌપદીને હારી બેઠા. ભરી સભામાં કોપદીની નિર્લજ મશ્કરી ને અપમાન કરી દુઃશાસને ને દુર્યોધને હસીનું વેર લીધું. સામે દ્રૌપદીએ દુઃશાસનના લેહીથી એટલે રંગવાની પ્રતિજ્ઞા લઈ વેર-અગ્નિમાં ઘી હોમ્યું. તેર વર્ષ પસાર થયાં અને યુધિષ્ઠિર મહારાજે રાજ્ય નહીં પણ કેવળ પાંચ ગામ આપે તેય યુદ્ધ ટાળવા શ્રીકૃષ્ણને વિષ્ટિકાર તરીકે મોક૯યા. દુર્યોધને મચક ન આપી. યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું :