________________
એકત્ર કરવા માટે જ આવા ય જાય છે, જે દ્વારા અધર્મ હટાવી સત્ય-અહિંસાને ધર્મદેવજ ફરકતો કરી વિશ્વમાં શાંતિ અને ન્યાયની સમતુલા જળવાય છે. માટે જરૂર સાચે રાજ્યધર્મ સ્થાપન કરતે રાજસૂય યજ્ઞ કરો.” ભગવાનની આજ્ઞા મળતાં જ એમના કહેવા પ્રમાણે ધર્મરાજાએ વ્યાસજી, ભરદ્વાજજી, ગૌતમ, વિશ્વામિત્ર, જૈમિની જેવા ઋષિઓ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણ, ભીષ્મપિતામહ, ધૃતરાષ્ટ્ર પરિવાર, વિદુરજી તથા બધા રાજવીઓને બહુમાનથી સન્માન્યા. શ્રીકૃષ્ણ ત્યારે તે સૌને ભોજન પછીનાં પાત્ર ઉપાડવાની સેવા માગીને નમ્રાતિનમ્રપણું દાખવ્યું. એથી તે બધાએ એક અવાજે યજ્ઞની અપૂજન શ્રીકૃષ્ણને અધિકારી ઠેરવી દીધા. યુધિષ્ઠિર મહારાજ આખમાં અશ્રુ સહિત ભગવાનનાં ચરણ પખાળવા લાગ્યા અને સમગ્ર સભામંડપ “નમોનમઃના ઉચ્ચારોથી પોતાના અહેભાવની અભિવ્યક્તિ કરવા લાગે.
શિશુપાલવધ કૃષ્ણનું મહામાન શિશુપાલથી સહન ના થયું. ભગવાનની શક્તિ તે તે જાણતો હતો પણ ઈર્ષાથી ધૂંધવાઈ તેજષથી લાલઘૂમ થઈ બરાડવા લાગ્યોઃ “મેટા મોટા તેજસ્વી ઋષિમુનિઓને છોડી દઈને જેને કાઈ કુળ કે વર્ણ નથી, જેણે બધાં કુળવર્ણોને એક કરી નાખ્યાં છે તેવા આ ગોવાળિયાની અપૂજા શી રીતે થાય ?” એમ કહી એના મિત્રજુથ સહિત ખલેલ કરવા લાગ્યો અને ભગવાનને ગાળો દેવા લાગે.
જગે હોય જનો કેક, જાણે સાચું, ન આચરે; ને પડે સત્ય સામેય. હૈયે ધૂધવ્યા કરે. (પા. પ૨૯) સત્યાથી જૂથ સામે હૈ, તેજેષ કરી લડે; સમાજનો બને કાંટે, કહે કંટક તે પ્રભુ.
૨-૫