________________
૫૧
નીકળી પડ્યા અને કલિયવનને પડકાર્યો. વિના કારણે સેનાને શા માટે રગદોળવી ? મને જ પહેાંચી વળ તો બસ છે.” તેમ કહી ભગવાને દેટ મૂકી. કાલયવન પાછળ પ. ભગવાને એક બાજુથી કાલયવનના સામનાની તેયારી કરી હતી ને બીજી બાજુથી પરદેશીના આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિને જાગ્રત કરવા જાણે અથાગ પ્રયત્ન કર્યો હતો એ સંસ્કૃતિના પ્રધનિધિ સમા મુચુકુંદ જે ગુફામાં સૂતા હતા તે ગુફામાં પિતાનું વસ્ત્ર મુચુકુંદ પર ઓઢાડી પોતે સંતાઈ ગયા. કાલયવન પણ તે ગુફામાં આવ્યા અને સૂતેલ મુચુકુંદને જેવી લાત મારી તેવા પ્રથમ પ્રહારે જ તે જાગી ઊઠડ્યા. તેમને રોષ ભભૂકી ઊઠ્યો. જેવી તેમની કાધભરી દષ્ટિ તેના પર પડી તેવી તેમાંથી પ્રગટેલી આગમાં કાલયવન બળીને ખાખ થઈ ગયો. ભગવાને તે પછી મુચુકુંદને દર્શન દીધાં. અને કાલયવનના ભસ્મ થયાની વાત સાંભળી યવનસેના પણ નિરાશ થઈ. રાજા વિનાની સેનાને હંફાવીને વેરવિખેર કરી નાખી. તેનું અઢળક ધન લઈ દ્વારકા જવા નીકળી પડયા. ત્યાં જ મગધરાજ અઢારમી વાર ચઢી આવ્યો. તેની સેનાને વેગ જોઈ બલરામ અને ભગવાને પગપાળા ભાગી છૂટવાની ચાલ રચી અને જરાસંધ પણ તેમની પાછળ દોડવા લાગ્યો. દેડતાં દેડતાં કૃષ્ણ બલરમ પ્રવષણ પર્વત પર ચઢી ગયા. જરાસંધે એ પર્વતને આગ લગાડી દીધી ને પર્વતને સેના દ્વારા ઘેરી લીધો, જેથી તેઓ નાસી ન જાય; પણ તેઓ દુશ્મનને ભ્રમમાં રાખી સિફતથી દ્વારકા પહોંચી ગયા અને જરાસંધ તેમને બળી ગયા માનીને મગધ પાછા ફર્યો. આમ ભગવાને યુદ્ધને મહાસંહાર ટાળે, જરાસંધને પણ ફાવવા ન દીધો અને અવૃદ્ધને માનસની હવામાં દ્વારકામાં સત્ય અને પ્રેમનું અનુશાસન કેમ પ્રસરે તેવા પ્રયત્નો આરંભ્યા. રણુડે રણમેદાન છોડ્યું તેમાં બહારથી તે પરાજય જેવો આભાસ લાગે, પણ એ તે એક મહા હિસા ટાળવાની વ્યુહરચના જ હતી, જેથી સુસત્ય અને અહિંસાને વિકસાવવા માટે ભૂમિકા ઊભી થાય. એ જ લક્ષ્ય