________________
પણ તે બોલી ઊઠીઃ “અમારા પતિ અને પિતા અમારું રક્ષણ નથી કરી શક્યા અને તેઓ એવા ઉદાર નથી કે અમને પારકે ઘેર રહેનારને અપનાવી શકે. અમે અબળ છીએ, અનાથ છીએ, નિરાશ્રિત છીએ તેથી ક્યાં જઈએ ? તમે જ નિર્બળને રક્ષક, જગતના આશ્રયરૂપ અને અનાથના નાથ છે. તો આપ જ અમને આશ્રય આપી સનાથ ક. શ્રીકૃષ્ણ ભારતના ક્ષેત્રની કંડિત મનોવૃત્તિને જાણતા જ હતા; પણ એમનેય ઓદાયનાં મૂલ્યો આપવાં પડશે, સુગ્રીહિતા શીખવવી પડશે એમ વિચારી કેવળ એમને આશ્રય જ ન આયે, પણ જે પદની દેવાંગનાઓ પણ ઈર્ષ્યા કરે એવું મહાપ્રતિષ્ઠિત કૃષ્ણપનીનું પદ તેઓને આપ્યું. અપહતાઓને ઉદ્ધાર થયો ને ભગવાને પોતાની યોગવિભૂતિથી વ્યાપક બની સેળ હર એકસેનું પાણિગ્રહણ કરી વિધિ વત્ તેમને સ્વીકાર કર્યો. પ્રત્યેક રાણીને કૃષ્ણ પિતાની સામે જ હોય એવું લાગતું અને તે રીતે એ પ્રભુની સેવામાં મગ્ન રહેતી. પતિભાવથી તેઓ કૃષ્ણમય બનેલી. તેમની સાથે કૃષ્ણ પિતાનાં એટલાં સ્વરૂપ સજર્યા હતાં કે એ પતિ-પત્ની રૂપે બધાં યુગલે કાર્ય કરતાં. એ બધી જ્યારે કૃષ્ણના જગવત્સલ સ્વરૂપનો અનુભવ કરતી ત્યારે પિતાને દેહભાવ ભૂલી જઈને કેવળ પ્રેમરૂપ જ બની જતી હતી. બહારથી જ તેમનું દાંપત્ય દેખાતું હતું, અંદરથી તે કેવળ એકત્વ એટલે પ્રેમરસનું રમણ જ હતું. આવી આમરસે રસાયેલી રાણુઓનું સ્મરણ કરતાં સંતબાલ કહે છે :
નારી-અક્ય વરી લીધું, અન્યાયાનિષ્ટ હરીને;
અવતાર તણું કૃત્ય, આ રીતે પભુ સાધતા. (પા. પ૨૫) આમ ભગવાને વ્રજમાં જે નિર્મળ નિર્દોષ પ્રેમલક્ષણા ભકિતનો પ્રયોગ કર્યો હતો તે જ વ્યવહારમાં જ્યારે કર્તવ્યરૂપે ખડો થયો ત્યારે તેમાં લેશ પણ માહ-આસકિત કે રાગની છાંટ લાવ્યા વિના આઠેય પટરાણું અને સોળ હજાર એકસે સન્નારીઓ અને તેમનાં