________________
૪૪
ભયભીત કર્યો. સમગ્ર વજને વિનાશ કરવા અને બલરામ-કૃષ્ણને મોતના ઘાટ ઉતારવા એણે થોમાસુર અને કેશી દૈત્યને મોકલ્યા. વ્યોમાસુર ગ્વાલબાલ બની ગવાળિયાઓ સાથે રમત રમતાં ચોરી-છૂપીથી ગાલબાલેનું અપહરણ કરી તેમને ઊંડી ગુફામાં પૂરી દેતા. ભગવાન એમને તે છોડાવી લાવ્યા ને વ્યોમાસુર અને કેશીને વધ કરી સમગ્ર ગોકુળ-વ્રજને દત્ય, અસુરે અને ક્રર માનોથી મુકત કરી જાગતિક માન માટે વસવા લાયક કરી ધર્મ સૃષ્ટિએ સમાજરચનાની એને નાની પ્રયોગભૂમિ બનાવી. ભગવાન કૃષ્ણ જેવા ક્રાંત દાનું માર્ગદર્શન, સર્વસ્વત્યાગી ગેપીઓની નિર્વ્યાજ સેવા અને દોરવણ, સરળ શ્રદ્ધાળુ જસમાજની ન્યાય, નીતિ અને ધર્મના પાયા પર સમાજ રચવાની તત્પરતાએ ત્યાં એવું તે પ્રેમનું અનુશાસન ઊભું કરી દીધું કે નંદમહારાજાને તો કેવળ પિતૃછાયા જ દેવાની રહી. શાસન તો છાયારૂપે જ રહ્યું. આમ શ્રીકૃષ્ણ વ્રજ-વૃંદાવનમાં પ્રેમના શાસનનું સંપૂર્ણ ઉદાહરણ ઊભું કર્યું. ભગવાન રામચંદ્ર ન્યાયનીતિના શાસનથી સર્વને સુખ-શાંતિ આયા પણ તેમાં શાસનનું સાર્વભૌમત્વ હતું. શાસનની મર્યાદા શ્રી રામચંદ્ર પોતે પાળતા હતા એથી જ સીતાને ત્યાગ સ્વીકાર્યો, પોતાના પુત્ર લવ-કુશ સાથે યુદ્ધ પણ કર્યું અને લક્ષ્મણને સજા પણ આપવી પડી. પિતાનાં જ પ્રેમીઓને કર્તવ્ય સમજીને દૂર રાખવામાં રામજીએ શાસન મર્યાદા સ્વયં સ્વીકારી, મર્યાદાધર્મ શીખવ્ય; જ્યારે શ્રીકૃષ્ણ તે શાસનને જ નામશેષ કરી પ્રેમના અનુશાસનને જ સાર્વભૌમત્વ આપ્યું, પરસ્પર પ્રેમધર્મ સમજીને જ વ્રજ-વૃંદાવનમાં આત્માનુશાસન કહે કે કૃષ્ણનુશાસન ચાલતું એટલે જ ત્યાં પરિપૂર્ણ પ્રેમને પ્રયોગ સફળ થયે. રામજી પાસે સમગ્ર આર્યાવર્તનું શાસન હતું; જ્યારે કૃષ્ણચંદ્રને તે ગામડાને કેન્દ્રમાં રાખીને ભાવના પ્રેમશાસનને અનબંધ બતાવ હતા. તે એમણે પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવ્યું. એમની વિદાય પછી બુદ્ધ અને મહાવીરના કાળમાં ગણરાજાએ એ દિશામાં આરંભ કર્યો, પણ ચેડા જ