________________
૪૨
કહેવાય છે કે Àાપી થઈ કાન અને ભૂલી બધુ ભાન~વ્યક્તિત્વ અને અહુની સભાનતા ખેાયા વિના વિશ્વચે ગાનમાં વૈશ્વિક રાસમાં પ્રવેશ મળતા નથી અને જેવા કૃષ્ણમય થવાય તેવા જ સચ્ચિદાન દ શુદ્ધ સ્વરૂપે સામે ને સામે હાજર જ રહે છે. અંતરાત્મા શુદ્ધાત્મામાં પેાતાનું મંત્ર જોતા જાય છે અને સહજ શુદ્ધતા લક્ષે ડાબડૂધ લૂછતે। ય છે, અને છેવટે તેા બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે' આત્મા આત્માના ચિન્મય, આનંદમય પ્રકાશ સાથે, જ્યાત સાથે જ્યોત મિલાવી જે રજન કરે છે તે રજનને જ આન ધનજીએ રજન ધાતુ-મિલાપ ને સ્વરૂપમિલનનું રંજન કર્યું છે. શુદ્ધને શુદ્ધતા વિના શુદ્ધ સાથે સહજ મિલાપ કયાંથી થાય ? આવા આત્મા-પરમાત્માના વિશુદ્ધ મિલનને જ મહારાસ કહ્યો છે. જેમ ગ્રહેા, નદીએ, તારામંડળે, રવિશશી, સાગર અને સમગ્ર સૃષ્ટિ સમગ્ર બ્રહ્માંડના ઋત સાથે તાલ મિલાવી, તે સાથે તન્મય બની બ્રહ્માંડનું સુરીલું સ ંગીત બનાવે છે તેમ જ ગે! પીજન સ્વચ્છંદ પરિહાર કરી પરમાત્માના છંદ સાથે તાલ મિલાવી રાસ કરે, ત્યારે પ્રત્યેકની સામે પરમાત્મા જ ખડા થાય છે. એ એક જ અનંત સ્વરૂપે વિસ્તરી રહ્યો છે, તેના શુદ્ધ ભિખ સાથે જ ભક્તજન પોતાના જીવનના ભાવે, ભજના અને સત્કાર્યોનું સમર્પણ કરતા હોય છે. ત્યાં દ્વૈત હાવા છતાં અદ્વૈત થઈ જાય છે; ત્યાં વ્યક્તિત્વ ડૅાવા છતાં વિશ્વમયતા વ્યક્ત થાય છે; ત્યાં સ્વાધીનતા હેાવા છતાં પરાભક્તિને આધીન બની જવાય છે. આવા સાધકને જ અનંતતામાં એકત્વ એક જ શ્રીકૃષ્ણને જુએ છે. જળ અને સ્થળમાં, ચર અને અચરમાં, અંદર તે બહાર સત્ર શ્રીકૃષ્ણને જ જે વુએ છે તેની દૃષ્ટિ જ કૃષ્ણમય બની જાય છે. ત્યાં કામાદિ વિકારની છાંટ પણ રહેતી નથી. જે શુદ્ધતમ બ્રહ્મને એટલે કે જે કૃષ્ણમય બની જાય તે જ કૃષ્ણના કાવાહક બને છે. રાસને સાર વર્ણવતાં સતબાલ કરે છેઃ