________________
૪૦
(ઉપજાતિ છંદ) વાત્સલ્ય-ભાવો પ્રકટી ઊઠયા જ્યાં, સમસ્ત જીવો પ્રતિ શુદ્ધતાએ વિકારની છાંટ અતિ આકરી ત્યાં, આવી કહીંથી શુચિભંગતા દે.
(પા. ૪૦૪) (અનુટુપ) કેમ કે વિધવાત્સલ્ય, પ્રભુની પ્રાપ્તિ સાધવા, વાસનાક્ષય પૂર્ણાર્થે, આવી દશા સહેજમાં; આવતી એવું ગોપીની, અખી સાધના વદે,
અંતે નૃ-નારી છે એક, આતમા આભ મહીં ભલ, (પા, ૪૪૪) જેમ કર્તાપણાના ભાવથી ભગવાને ગોપીને સાવધાન કરી તેમ અહીં ભોક્તા પણુમાં સરી ન જવાય તે માટે સાવધાન કરવા જ તે અંતર્ધાન થાય. ભગવાનના અદશ્ય થવાથી ગોપીઓ વિરહવ્યથાથી વ્યાકુળ બની અને બધે શ્રીકૃષ્ણને શોધવા લાગી ગઈ. પછી ભાવાવેશમાં આવી જઈ તેમની લીલાઓ કરવા લાગી, ભગવાનના એકએક પ્રસંગનું સ્મરણ કરી એમના પગલે પગલે ચાલવાને એકાગ્ર બની જ્યાં પ્રગતિ થાય છે, ત્યાં જ શ્રીકૃષ્ણનાં ચરણ ચિહ્નો દેખાયાં. તે યિદ્રને ચિને જતાં એક ગોપીને અચત થઈને પડેલી જોઈ. એને જગાડી તે તે કહેવા લાગી : “મને હું ભગવાનને અનુસરું છું તેવું અભિમાન આવી ગયું તો મનેય છોડી અંતર્ધાન થઈ ગયા. બધી ગોપીઓએ ભગવાને જે પગદંડી પાડી હતી, પોતાના પ્રયોગ દ્વારા જે જીવનરેખા કંડારી હતી તે પ્રમાણે ચાલવા સર્વસ્વ હેમીને તત્પર બની હતી, પણ એમને ખ્યાલ આવ્યો કે પ્રવૃત્તિને રાગ કે અભિમાન પણ પતિથી વેગળાં કરે છે. પિતાની ભૂલનું ભાન થતાં તે રડવા લાગી અને એ જ સમયે ગોપીઓ વચ્ચે મિત કરતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. આમ ભગવાને ગોપીઓના દેહાધ્યાસ, કર્તા-ભોકતાભાવનું હરણ કરી સંપૂર્ણ તેમને કૃષ્ણમય બનાવી દીધી. દેહ છતાં તેઓ દેહાતીત બની