________________
૩૫
સિંચી સિંચીને તે આ ભક્તિસભર પ્રેમવેલી ખિલવી છે. હૃદયરસ ગળી ગળીને સુરૂપે વહે છે ત્યારે વહાલમ મળે છે. ગેપીરાસ પણ પ્રેમળ યોગ છે; એ તે મુકિત-ભક્તિ પ્રાતિને પરમ ઉત્કૃષ્ટ પ્રેમરસ છે; આત્મપ્રાપ્તિનું અમૂલ્ય સાધન છે. એને આરંભ થાય છે દેહાધ્યાસ મુકિતથી. પણ દેહાધ્યાસ ટળ્યા પછી દેહ રહે શા માટે ? યજ્ઞાથે જીવન જીવવા માટે. અને જે યજ્ઞાથે જીવે, પભુ અર્થે જીવે તેને કર્તાપણનું ન આવે અભિમાન કે ન ભોગ ભોગવવાની આત્મતિક અભિપ્સા જાગે. એ તે પ્રભુ માટે પ્રભુ થકી જ જીવે. આવી જાગ્રત છતાં નિર્દોષ આનંદથી છલોછલ ભરેલી ચારુ રાસ રમણ બતાવીને શ્રીકૃષ્ણ મુકિતને પણ ભક્તિથી પરિશુદ્ધ કરે છે. (૧) વસ્ત્રહરણ અને દેહાધ્યાસહરણ
ગોપીની કતાભક્તિ દુનિયાની આ નાની-મોટી, સજીવ-અજીવ સૃષ્ટિ મહીં; પતિભાવ જે સર્વશ્રેષ્ઠ તે, એ જ ભાવ કૃષ્ણ કરતી.(પા. ૪૪૮) પિતા, માતા, સખા, સ્વામી, સંબંધે પ્રભુમાં બધા; આમ ગોપીતણું સર્વ, સમાયું માત્ર કૃષ્ણમાં,
(પા. ૩૯૧) કહેવાય છે કે વેદની સાચા વ્રજમાં ગોપીઓ તરીકે અને દ્વારકામાં કૃષ્ણપનીઓ રૂપે પ્રગટી હતી. તેથી જ્ઞાનગર્ભિત ભકતાએ કહે છે : “પોતે ચેતનમય છે પણ ભગવાનની બંસરી તો જડ ચેતન બધા પર અસર કરી રહી છે. ભગવાને અમારું મન હરી લીધું છે. અમારાં મન ને પ્રાણ કૃષ્ણમાં પરોવાઈ ગયાં છે. સગાંસ્નેહી ને સૃષ્ટિવૈભવ બધું તુચ્છ લાગે છે. એ બંસીનાદને સ્પર્શ થતાં જ રોમરોમમાં પ્રેમ જાગી જાય છે. પ્રભુના વિશુદ્ધ હૃદય સાથે હૃદય મેળવવાની લગની લાગે છે. સંસારમાં પિતા, માતા, સગાંસ્નેહી ભલે રહ્યાં પણ અમારો હૃદયને પતિ તે શ્રીકૃષ્ણ જ છે. અમે અમારા આત્માથી એના