________________
૩૩
પખી પ્રભુ અભિષેક, સર્વ જીવો થતા ખુશી,
રસકસ ધરા કેરા, ત્યારે સે'જે જતા વધી. (પા. ૪૦૨) શ્રીકૃષ્ણે વ્રજલલામાં, વૃંદાવનની ગોપલીલામાં ત્રણેય પુરુષાર્થને પરિશુદ્ધ કર્યા. સંવિભાગ અને સહજ-પ્રાપ્ત સુખ-ભોગ-સામગ્રીને “સર્વજનસુખાય” ઉપયોગ કરવાની કળા શીખવી. એમણે કામનાને નિષ્કામ સેવા દ્વારા પરિશુદ્ધ કરી; “સર્વજનહિતાય' – બધાના હિતને લક્ષમાં રાખી અર્થ પ્રાપ્ત કરવાનું કૌશલ્ય શીખવ્યું; અર્થની પરિશુદ્ધિ કરી અને ભય-લાલચથી મુક્ત સ્નેહના અનુશાસનની કેળવણું આપી એમણે ધર્મને પણ પરિશુદ્ધ કર્યો. એથી જ એમની એ લીલા પુરષલીલા છે, જેમાં પૌરુષ ને સ્વાર્થના મર્યાદિત કોચલામાંથી બહાર કાઢી સર્વને પ્રેયાર્થે–શ્રેયાર્થે પ્રેરીને ન્યાયનીતિ ને ધર્મયુક્ત અધ્યા-પુટ આપે. પણ એમાંય ખૂબી તો એ છે કે આ બધી પ્રવૃત્તિઓ કરવા છતાં શ્રીકૃષ્ણને નહેાતે ઇન્દ્રપૂજાને ઠેષ કે નહેાતે ગિરિરાજપૂજાને રાગ. દેશકાળ પ્રમાણેને વિવેક જ મુખ્ય હતો. તેઓ રાગકામક નજરે નિહાળતા જ નહીં. નિરાસક્ત અને વીતરાગતા એમની પુરુષ લીલા કે નરલીલાને પ્રધાન પ્રાણ છે, એથી જ એ પ્રભુ કહેવાયા; કેમ કે
જીવમાત્ર પ્રભુ તો યે, ન રાગ-દ્વેષથી પ્રભુ;
શ્રીકૃષ્ણ રાગ ને દ્વેષ, દૂર કાઢી પ્રભુ બન્યા. (પા. ૫૫૮). આવા પ્રભુના સંગમાં વ્રજ સુભાગી હોય તેમાં શી નવાઈ ?
ગણે તેથી જ ગોપીઓ, વ્રજ વૈકુંઠથી પ્રિય;
નિર્દોષ સુખ સાથે છે, સેજે મુક્તિ નિશ્ચય. (પા. ૪૧) ભગવાન કૃષ્ણને હવે સર્વોત્તમ પુરુષાર્થ મુક્તિમાર્ગની પરિદ્ધિને શરૂ થાય છે. મુક્તિ માટે ન એમણે કઠોર તપ, નિગ્રહ, અનુષ્ઠાન અને જ્ઞાનચર્ચાઓ પસંદ કરી પણ તે આનંદરસના રસરાજ એટલે પ્રેમરસ દ્વારા જ એમ મોક્ષમાર્ગને પરિશુદ્ધ કર્યો. પ્રેમલક્ષણા ભક્તિમાં
૨-૩