________________
ભગવાને ભય તે છેડાવ્યો પણ આ લેક ને પરલોકના સુખની લાલયને છોડાવવી અતિ આકરી છે. એમાંય એ લાલચ સાથે ધાર્મિક ક્રિયાકાંડ, અનુષ્ઠાન જોડાયાં હોય ત્યારે તે વહેમ અને પરચા-પરસ્તીથી ભલભલા લલચાઈ જાય છે. આ લોકમાં જેને પ્રત્યક્ષ પરોપકાર છે તેવાં માબાપ, ગુરુ, સજજન, વૃક્ષ, નદીઓ, પહાડો અને પશુઓને પોષવાનું-પાળવાનું ભૂલી જઈને જેઓ અવ્યક્ત છે, અદશ્ય છે, દૂર છે તેવા દેવો કે તંત્રોની પાસેથી કંઈક મેળવવાની લાલચે થતા સકારા પો ને યજને દ્વારા આ લેક-પરલોકના બાહ્ય સુખના યશની લાલચે ગોવાળ શરીર, સંપત્તિ ને દ્રવ્યને વ્યય કરે એ શ્રીકૃષ્ણને શે ગમે ? એમણે તો ગોવર્ધન અને ગાયોને તૃપ્તિ આપે તેવો યજ્ઞ કરવા સૌને પ્રેર્યા. ઈન્દ્રને કેપ થયો. બારે મેઘ તૂટી પડ્યા. આખુંય વજ શ્રીકૃષ્ણને શરણે આવ્યું. તેમણે ગિરિરાજ ગોવર્ધનને છત્ર બનાવી ધારણ કર્યો. ગોવર્ધનની છત્રછાયા નીચે સારાય વ્રજે આશ્રય લીધે. વ્રજવાસી ભગવાન પ્રત્યેના અત્યંત નેહવશ કાનુડો થાકી ન જાય તે હેતુએ લાકડીને ટેકે ધરીને ઊભા. કામધેનુઓના આંચળમાંથી ધારાઓ છૂટી અને ઇન્દ્ર હારીને શ્રીકૃષ્ણના શરણે આવી તેમના પગમાં પડ્યો. ત્યારે શ્રીકૃણે કહ્યું: “તારા કોયને નજરમાં રાખીને જ મેં તારા એશ્વર્યના મદનું હરણ કર્યું છે. ભગવાનનું ઐશ્વર્યા જેઈ ઇન્દ્ર પ્રાર્થના લાગ્યોઃ “શ્વર નુરમામાને મહું શરળ જીત: – તું જ ઈશ્વર, તું જ ગુરુ, તું જ આત્મા છે. હું તારું શરણું લઉં છું. – આ વ્રજવાસીઓ સામાન્ય બુદ્ધિના છતાં તારી શ્રદ્ધા, તારી નિષ્ઠા અને તારી સેવાથી તારામય બનીને તારા પ્રેમમાં મસ્ત થયા છે. તારા પ્રેમળ સંગે સ્વાર્થ, દંભ, લેભ, કામ અને દર્પ-મસરને તે જીતી ગયા છે અને સરળ, નિરાભિમાની, સત્યાશ્રયી અને નિર્ભય બન્યા છે. વ્રજમાં એક તારું જ પ્રેમાનુશાસન ચાલે છે. તેને અમે અભિનંદીએ છીએ.” એમ કહી ઈજે ભગવાનને શરીરને અભિષેક કર્યો, સર્વત્ર આનંદ આનંદ વતી રહ્યો.