Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જોયું હતું તે તને કહી સંભળાવ્યું.
એ વૃત્તાંત રાણીને કહી સંભળાવીને બ્રહ્મદત્ત ચક્રવર્તી શરીર ચિંતાને અર્થે અંતઃપુરથી બહાર નીકળ્યો. ત્યાં તો તેણે સર્વ દિશાઓને પ્રકાશમય કરતા એક દેવતાને પોતાની સમક્ષ ઊભેલા જોયા. તે દેવે ચક્રવર્તીને કહ્યું-દુષ્ટ લોકોને નિગ્રહ કરનારા હે બ્રહ્મદત્ત ! તું સર્વદા વિજય પામ. હું તારી પાસે કંઈ કાર્યપ્રસંગે આવ્યો છું. બ્રહ્મદત્ત તો ‘આ અતિ તેજસ્વી
શરીરવાળો કોણ હશે અને એ અહીં ક્યાંથી આવ્યો હશે એમ ચિંતવતો કહેવા લાગ્યો-હે ભાઈ ! તમારે અહીં આવવાનું શું પ્રયોજન છે તે કહો. દેવે ઉત્તર આપ્યો-હે નરપતિ ! તેં સરોવરને વિષે જોઈ હતી તે મારી પ્રિયા હતી. એણે ત્યાંથી ઘેર આવીને મને કહ્યું કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મને બહુ બહુ કદર્થના પમાડી. મેં એને એનું પ્રયોજન પૂછ્યું ત્યારે એ મારી પ્રિયાએ મને જે કહ્યું તે હું તને કહું છું.'
મારી પ્રિયા કહે “હે પ્રાણનાથ ! તમારી પાસેથી અનુમતિ મેળવી હું સરોવરમાં ક્રીડા કરવા ગઈ હતી પણ ક્રીડા કરીને બહાર નીકળી ત્યાં બ્રહ્મદત્તે મને ભાળી. એટલે કામદેવે પોતાના સમસ્ત બાણોવડે એના પર પ્રહાર કર્યો; કારણકે દેદીપ્યમાન દીપકની શિખાની પાસે ભમતા પતંગીયાનું કુશળક્ષેમ ક્યાં સુધી રહે ! એ દુરાત્માએ મને પ્રાર્થના કરી કે-મારું શરીર મદનની જવાળાએ તપી ગયેલું છે તેને, હે સુંદરી ! તું તારાં અમૃતરસ કરતાં પણ અધિક એવાં અંગોના સંગમવડે શીતળતા પમાડ.” પણ મેં તો તેના કઠોર વચનોની તર્જના કરીને કહ્યું કે-તું નીચ અધમ મનુષ્ય છો, અને હું તો દેવાંગના છું. તો કોયલ અને કાગડાનો સમાગમ કેમ થાય ? વળી તું લોલુપપણાને લીધે જાતિની કદાચ દરકાર ન કરતો હો તો પણ તું નરકથી પણ ડરતો નથી કે દશમુખવાળા રાવણની પેઠે પરસ્ત્રીને વિષે મન કરે છે ? પણ સાચું જ કહ્યું છે કે બીલાડીના બચ્ચાંની નજર દૂધ પી જતી વખતે એ દૂધ ઉપર જ હોય છે; માથે પડવાને ઊંચકાયેલી લાકડી તરફ એનું ધ્યાન હોતું નથી. મને તારું મુખ જોવાથી પણ પાપ લાગે છે માટે મારી દૃષ્ટિથી એકદમ દૂર થા. પણ મેં અનેક વાર આમ નિષેધ કર્યો છતાં એ પાપીને તો ઉલટો ક્રોધ થયો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૦