________________
14. SHRI VANTHALI TIRTHA (SHRI SHITALNATH BHAGAVAN)
This is the birth-place of Sajjan Shreshthi, a minister of King Siddharja, who got the Girnar tirtha repaired and renovated. It is stated that the flag of the story of renown of Jaina Shreshthis was fluttering in this town. Vanthali was famed as 'Vamanasthali' in ancient days. When Siddharaj, the emperor of Gujarat came to know that his chief minister Sajjan Shreshthigot the Girnar tirtha repaired and renovated with the income earned from Sorath, he was enraged. Siddharaj Jaisimha came to Sorath to punish him, but before he could reach there, a Jain Shreshthi declared his determination to donate lakhs of rupees together with interest. But Siddharaj came to know that the temple of Girnar was named as "Karnavihar" after his father King Karnaraj and immortalised him; he was immensely delighted towards his minister Sajjana. He was delighted to write off the entire expense of renovation. He also did not accept the amount of money kept ready by the minister. It is said that the wealth in question was used towards the construction of the Jaina temple at Vanthali. But to-day this temple is not visible anywhere. Only a view of the architecture of the mosque over there creates a guess that this mosque must have been the Jain temple once. An idol of Shri Shitalnath Bhagavan is unearthed from the local Gandhi garden here. In the portico of the Suryakund, three idols of Jinas engrossed in surrendering the body (Kayotsarga) are found. To-day there are two Jina temples on the same spot and all old idols have been ceremoniously installed here. Even in the Oram mountain there is a castle in which the stones of the Jina temple seem to have been used. This temple of Shitalnath Bhagavan blesses, with an experience of extreme coolness and quietude, all the beings tormented by the sorrows of moral life.
૧૪. શ્રી વંથલી તીર્થ (શ્રીશીતલનાથ ભગવાન) ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહના મંત્રી સજજન શ્રેષ્ઠીની આ જન્મભૂમિ છે. એમ કહેવાય છે કે જૈન શ્રેષ્ઠીઓની કીર્તિ ગાથાનો ધ્વજ આ ગામમાં લહેરાતો હતો અને પ્રાચીનકાળમાં વંથલી ગામ ‘વામનસ્થલી’ તરીકે પ્રસિદ્ધ હતું. ગુર્જરનરેશ સિદ્ધરાજને એમ પણ થઇ કે મહામાત્ય સજજન શ્રેષ્ઠીએ સોરઠની ઉપજના ધનથી ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે એ ગુસ્સે થયા. પરંતુ એને શિક્ષા કરવા માટે સિદ્ધરાજ જયસિંહ સોરઠ આવ્યા, પણ એ પહેલાં વંથલીનાએક જૈન શ્રેષ્ઠીએ વ્યાજ સાથે લાખો રૂપિયા આપવાનો સજજન મંત્રી સમક્ષ નિર્ણય જાહેર કર્યો. સિદ્ધરાજે જયારે ગિરનાર પરનું મંદિર પોતાના પિતા કર્ણરાજના સ્મરણ રૂપે ‘કર્ણવિહાર’ને નામે પ્રસિદ્ધ થયેલું સાંભળ્યું ત્યારે એમને સજજન મંત્રી તરફ અપાર હર્ષની લાગણી થઇ. સિદ્ધરાજ જયસિંહે ખુશ થઇને તમામ ખર્ચ માંડી વાળ્યું. સજજન મંત્રીએ તૈયાર રાખેલા પૈસાનો અસ્વીકાર કર્યો. કહે છે કે એ ધન વંથલીમાં જૈન મંદિર કરવા માટે વાપરવામાં આવ્યું. પરંતુ આજે આ મંદિર ક્યાંય દેખાતું નથી. માત્ર અહીંની મસ્જિદનું સ્થાપત્ય જોતાં એમ લાગે છે કે આ મસ્જિદ પૂર્વે જિનમંદિર જ હશે. અહીં ગાંધી બગીચાની જમીનમાંથી શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમા મળી છે. અહીંના સૂર્યકુંડના ગોખલામાં પણ ત્રણ કાયોત્સર્ગ લીન મૂર્તિઓ છે, આજે અહીં એક જ સ્થળે બે જિનમંદિર છે જેમાં પ્રાચીન મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. અહીંથી સાત ગાઉ દૂર ઓરમ પહાડ પર આવેલા કિલ્લામાં પણ જિનમંદિરોના પથ્થરનો ઉપયોગ થયેલો જણાઇ આવે છે. સંસાર ના સંતપ્ત પ્રાણીઓને શીતલનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શીતળતા આપે છે.
તીર્થવંદના - ૧૪
(૩) જેકુંવરબહેન કેશવલાલ જીવણલાલ દોશી હ. રમણિકભાઈ દાઠાવાળા -મુંબઈ (૧) હરિલાલ હાલચંદ ગાંધી પાર્લા - મુંબઈ (૪) નિર્મળાબહેન બાપાલાલ મનસુખલાલ શાહ - સુરેન્દ્રનગર | વલસાડ (૨) મુમુક્ષુ અલ્પાબહેન માંગીલાલ શાહ - સેલવાસ | (૫) શ્રીમતી વસંતબહેન પ્રતાપરાય જસાણી પરિવાર.શિવ - મુંબઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org