________________
76. SHRI JAISALMER TIRTHA (SHRI CHINTAMANI PARSHWANATH BHAGAVAN)
This tirtha is situated in the fort on the hill adjoining Jaisalmar town that is at a distance of 140 miles from Jodhpur in Rajasthan. Here in the temple we have an idol of MULANAYAKA Shri Chintamani Parshvanath Bhagavan. It is white in complexion, about 150 cms. in height and in Padmasana posture. There was a time when the town had many wealthy Jain Saravakas in it. A beauty that will make us spellbound is found in the Jain architectures of Jaisalmar. Architects have not left any space on any stone on which art carved on it cannot be shown. Again, the yellow stone of this area is very hard and carving art on it is no small a matter. In the whole country, Jaisalmer is the only place in which artistry is visible not only in temples but also in balconies and porticos of houses in all subtlety. There are about seven thousand Jina idols over here, seven libraries with rare palm-leaf manuscripts; there are eighteen Upashrayas. The idol of Shri Chintamani Parshvanath Bhagavan is simply majestic. At the entrance door there are hundreds of art-pieces on the two attractive pillars; there are inner apartments, Gudhamandapas, festival pandals and Bhamatis in which there are Shrungarachowkis of 51 Shrines. In the Gabharas there is an anointed idol of MULANAYAKA Bhagavan. The unique and majestic idols of a period earlier that the 14th century are uniquely artistic. On the second day of the bright half of falguna in V.S. 1263, there was a fall down of the idol and it was shifted, brought here and ceremoniously installed. There are references of installations in V.S. 1459 and 1473, as well.
૭૬. શ્રી જેસલમેર તીર્થ (શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન). રાજસ્થાનના મુખ્ય શહેર જોધપુરથી ૧૪૦ માઇલ દૂર આવેલ જેસલમેર ગામ પાસે ટેકરી પરના કિલ્લામાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૦૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. એક સમયે જૈનોની જાહોજલાલી ધરાવતા આ નગરમાં ૨૭ જેટલા જૈન શ્રાવકોના પરિવાર રહેતા હતા. જેસલમેરમાં જૈન શિલ્પકલાનું અદભુત સૌંદર્ય જોવા મળે છે. એના પ્રત્યેક મંદિરમાં તોરણો, પૂતળીઓ, સ્તંભો વગેરેમાં પશ્ચિમ રાજસ્થાનની શિલ્પકલાની ઉત્કૃષ્ટતા જોવા મળે છે. શિલ્પીઓએ કોઇ પણ પથ્થર પર ક્યાંય એટલી પણ જગ્યા છોડી નથી કે જયાં કોઇ ને કોઇ કલાનું દર્શન ન થાય. વળી અહીંનો પીળો પથ્થર પણ અત્યંત કઠણ હોવા છતાંઆવી કારીગરી કરવી તે કોઇ નાનીસૂની વાત નથી. સમગ્ર દેશમાં જેસલમેર જેવું એક પણ સ્થાન નથી કે જયાં મંદિરો જ નહિ, પણ ઘરના છજા અને ઝુરખામાં પણ સૂક્ષ્મ કારીગરી જોવા મળે છે. અહીં આશરે સાત હજાર જિનપ્રતિમાઓ છે. દુર્લભ તાડપત્રીય ગ્રંથો ધરાવતા સાત જ્ઞાનભંડાર છે. ૧૮ ઉપાશ્રય છે, શ્રીચિંતામણિ પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા દર્શનીય છે. એના પ્રવેશદ્વાર પર સેંકડો કલાકૃતિઓ ધરાવતા બે આકર્ષક સ્તંભો પર આકર્ષક તોરણ છે, ગર્ભગૃહ, ગૂઢમંડપ, સભામંડપ અને ભમતિમાં ૫૧ દેવકુલિકાની શૃંગાર ચોકી છે. ગભારામાં મૂળનાયક ભગવાનની લેપમય મૂર્તિ છે. ૧૪મી સદીથી પણ પહેલાંની અનન્ય ભવ્ય પ્રતિમાઓ અને કલાત્મક મંદિર ચિત્તને આકર્ષિત કરે છે. વિ.સં. ૧૨૬૩ના ફાગણ સુદ બીજે લોદ્રવાના પતનને પરિણામે મૂળનાયક ભગવાનની પ્રતિમા અહીં લાવીને બિરાજમાન કરવામાં આવી. વિ.સં. ૧૪૫૯ અને વિ.સં. ૧૪૭૩માં પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખો મળે છે.
૧' , ,
, , ,
,
તીર્થનંદના ૭૬
| (૩) કાંતિલાલનાનુભાઈ હ. શકુંતલાબહેન, ભાવેન,કુલીન, અંકિતા, (૧) નાનુભાઈઝવેરચંદ, હ:અ.સૌ. હસમુખબહેન (બેડા-રાજસ્થાન)-કીમ (૪) ભરતકુમારનાનુભાઈ હ. રેખાબહેન, વત્સલ, રુચિકા, સૂચિ, નીકુ. (૨) રમેશચંદ્રનાનુભાઈ હ. સોહનબહેન, ચિરાગ, રચના, સારિકા- કીમ (૫) દિલીપ ,સરોજ, ગૌરવ, દીપક, અભિષેક, અતુલ, ઉષા, પ્રિયંકા .
167 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org