________________
94. SHRI KESARIYAJI TIRTHA (SHRI ADINATH BHAGAVAN)
This is an attractive tirtha rich in architectural beauties on the Ahmedabad - Udaipur Road, at a distance of 66 kms. from Udaipur city station. This is a great tirtha in the Rushabhadeva town near the hills in the Mevad state. Here is installed an idol of MULANAYAKA Shri Adinath Bhagavan. It is black in complexion, about 105 cms. in height, in Padmasana posture and simply gorgeous! Here pilgrims are bound to be lost in unstinted devotion; both Jain and non-jain visitors and pilgrims experience a sort of sacredness, thanks due to the simply indescribable art of the image of Shri Prabhu. The round face of Shri Prabhu is extremely attractive and pleasing to the mind. The whole temple with the main inner apartment, the deep pandal, nine chowkis, the assembly pandal, the Bhamati, the small shrines of gods, the Shrungara chowki, the peak and the encircling fort is simply majestic. Even from a distance this gorgeous 52 Jinalayas enraptures the viewer. Its peaks, arches, entrances and pillars are extremely artistic. In the compound of the temple there is an image of Shri Marudevi Mata mounted on an elephant; it is installed in V.S. 1688. There stands also a temple of Jagavallabha Parshvanatha Bhagavan. We come across many grand and miraculous stories and anecdotes about the antiquity and history of the image of Shri Adinath Bhagavan. It is said that first the temple was constructed in bricks but later on in stone. There proofs of its renovations is also available. For the last several centuries saffron is applied to Shri Prabhu, so much so that the complexion of Shri Prabhu is therefore known as Keshariyanath or Kesariyalal. This is one very important tirtha of the Jainas in the Mewad state.
૯૪. શ્રી કેસરિયાજી તીર્થ (શ્રીઆદીનાથ ભગવાન) ઉદયપુર સીટી સ્ટેશનથી ૬૬ કિ.મી. દૂર આવેલું એવુંઅમદાવાદ-ઉદયપુર માર્ગ પર આકર્ષક શિલ્પકલાયુકત તીર્થ છે.અહીં ઋષભદેવ ગામમાં પહાડની નજીક મેવાડ રાજયનું આ એક ભવ્ય તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રીઆદીનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૧૦૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા યાત્રાળુઓને ભકિતભાવથી તરબોળ કરે તેવી છે. પ્રભુપ્રતિમાની આ કલા અવર્ણનીય છે અને તેનો પ્રભાવ એટલો બધો છે કે જૈનઅને જૈનેતર સહુ કોઇ એના દર્શન કરીને પાવન બને છે. પ્રભુનું મુખમંડળઅત્યંત આકર્ષક અને મનોહારી છે. આખુંયે મંદિર મૂળ ગભારો, ગૂઢમંડપ, નવ ચોકી, સભા મંડપ, ભમતિ, બાવન દેવકુલિકાઓ, શૃંગાર ચોકી, શિખર અને કોટબંધી રચનાવાળું છે. આ ભવ્ય બાવન જિનાલયનું મંદિર દૂરથી જ મનમોહક લાગે છે અને એનાં શિખરો, તોરણ, દ્વારો અને સ્તંભોની કલા અત્યંત કમનીય છે. પ્રાંગણમાં વિ.સં. ૧૬૮૮માં સ્થાપિત હાથી પર આરૂઢ શ્રી મરુદેવી માતાની મૂર્તિ તથા જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મૂળનાયક શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાની પ્રાચીનતા અને એના ઇતિહાસ વિશે ઘણી ગૌરવપૂર્ણ અને ચમત્કારભરી કથાઓ મળે છે. એમ કહેવાય છે કે આ મંદિર પ્રથમ ઈટોનું બનેલું હતું અને પછી તે પથ્થરનું બનાવવામાં આવ્યું. ઈ.સ. ૧૪૩૧માં એનો જીર્ણોદ્ધાર થયાના પુરાવા મળે છે અને ત્યાર પછી પણ જીર્ણોદ્ધારની માહિતી પ્રાપ્ત થાય છે. ભકતોની ભાવના પૂર્ણ કરતાં આ દેવને સદીઓથી કેસર ચડાવવામાં આવે છે. કેસરનો એટલો બધો લેપ થઇ જાય છે કે પ્રભુનો વર્ણ કેસર જેવો પ્રતીત થાય છે તેથી જ આ પ્રભુને કેસરિયાનાથ કે કેસરિયાલાલ કહેવામાં આવે છે. મેવાડ રાજ્યમાં આવેલું જૈનોનું આ એક પ્રમુખ તીર્થસ્થાન છે.
JURTI
IT It
'
તીર્થનંદના ૯૪ (૧) પદમાબહેન બાબુલાલ શાહ - જામનગર - પાર્લા - મુંબઈ (૨) ચંદ્રકાન્ત બાબુલાલ શાહ - જામનગર - પાર્લા - મુંબઈ
મગ - 1 2 (૩) અ.સૌ. મીના ચંદ્રકાન્ત શાહ જામનગર - મુંબઈ (૪) ચિ. જય ચંદ્રકાન્ત શાહ - જામનગર - મુંબઈ (૫) હેતલ, પલક, ચંદ્રકાન્ત શાહ - જામનગર - મુંબઈ
207 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org