________________
100. SHRI MANDAVAGADH TIRTHA (SHRI SUPARSHVANATHA BHAGAVAN)
The Vindhyachala mountain is situated at a distance of 33 kms. from Dhar village, which is at a distance of 88 kmgs. from Indore Railway station. On one high peak of this mountain there is a vast fort, Mandava durga in which this tirtha is situated. It is also known as Mandu. So many remnants of ancient art are visible here because it is an ancient tirtha. Here is found installed an idol of MULANAYAKA Shri Suparshvanath Bhagvan. It is white in complexion, 91.4 cms. in height and in Padmasana posture. This idol is older than the fourteenth century. It is said that once upon a time there were 700 Jina temples here and a population of more than six lakh Jainas. Religious fervour was so very keen here that whenever a new Jain came to reside here, every Jain house would give one gold coin and one brick to him. In the period between the 13th and the 17th centuries, so many powerful and influential ministers happened to live here. Minister Pethadshah, Jhanjhanasha, Punjaraj, Munjaraj, Deputy Minister, Mandana, Gopal, treasurer Sangram Soni, Diwan Jivan, Shravak Javadashah etc. used their vast wealth and constructed so many temples here. They had taken out so many Sanghas for pilgrimage and thus raised high the prestige of Jaina dharma and made Jaina dharma prosperous. At the time of the visit of Shri Dharmaghoshasuriji, it was Pethadshah who got the whole city decorated gorgeously in the whole city. The pilgrimage-sangha started by Jhanjhanashah, the works composed by the deputy minister Mandana, the Agamas got written by Sangrama Soni in letters of gold and the religious spirits and liberality is a history still singing in this tirtha. In this same fort there is a fine temple of smaller size of Shri Shantinath Bhagavan. The construction of its BHAMATI is simply exquisite.
૧૦૦. શ્રી માંડવગઢ તીર્થ (શ્રીસુપાર્શ્વનાથ ભગવાન) ઇન્દોર રેલવે સ્ટેશનથી ૮૮ કિ.મી. દૂર અને ધાર ગામથી ૩૩ કિ.મી. દૂર આવેલા વિંધ્યાચલ પર્વતના એક ઊંચા શિખર પર આવેલા માંડવ દુર્ગના વિશાળ કોટની અંદર આ તીર્થ આવેલું છે. એ માંડુના નામે પણ ઓળખાય છે. આ માંડુ અત્યંત પ્રસિદ્ધ પ્રાચીન સ્થળ હોવાથી અહીં પ્રાચીનકલાના અસંખ્ય અવશેષો જોવા મળે છે. મૂળનાયક શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની શ્વેત વર્ણની ૯૧.૪ સે.મી. ઊંચી પદમાસની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા ૧૪મી સદીથી પણ પ્રાચીન છે. એમ કહેવાય છે કે એક સમયે અહીં ૭00 જિનાલય હતાં અને છ લાખથી અધિક જૈનોની વસ્તી હતી. અહીં લોકોમાં સાધર્મિ કે વાત્સલ્ય એટલું બધું હતું કે અહીં જે કોઇ જૈન નવો રહેવા આવતા તેને પ્રત્યેક જૈન ઘર દ્વારા એક સુવર્ણ મુદ્રા અને એક ઈટ આપવામાં આવતી હતી. ઈ.સ. ૧૩મી સદીથી ૧૭મી સદી દરમિયાન માંડવગઢમાં અનેક પ્રભાવશાળી જૈન મંત્રીઓ અને શ્રાવકો થયા. મંત્રી પેથડશાહ, ઝાંઝણશાહ, પંજરાજ, મુંજરાજ, ઉપમંત્રી, મંડન, ગોપાલ, ખજાનચી સંગ્રામ સોની, દીવાન જીવન, શ્રાવક જાવડશાહ વગેરેએ પોતાની અઢળક સંપત્તિનો ઉપયોગ કરીને અનેક મંદિરો બંધાવ્યાં હતાં. ઘણા યાત્રાસંઘ કાઢ્યા હતા અને એ રીતે જૈન ધર્મની અસીમ પ્રતિષ્ઠા વધારી હતી. પેથડશાહ દ્વારા શ્રી ધર્મઘોષ સુરિજીના આગમન સમયે આ નગરીને ભવ્ય રીતે શણગારવામાં આવી હતી. ઝાંઝણશાહે કાઢેલો શત્રુંજયનો યાત્રાસંઘ, મંડન ઉપમંત્રીએ રચેલા ગ્રંથો, શ્રી સંગ્રામ સોનીએ સુવર્ણાક્ષરે લખાવેલાં આગમો અને જાવડશાહની ધાર્મિકતા અને ઉદારતાનો ઇતિહાસ માંડવગઢ તીર્થમાં સંભળાય છે. આ જ કોટની અંદર શ્રી શાંતિનાથ ભગવાનનું નીચા ઘાટનું પણ રમણીય મંદિર છે. એની ભમતિની રચના સુંદર છે.
ETS
. !
તીર્થનંદના-૧00 (૧) અ.સૌ. સુરજબહેન પાનાચંદ રામચંદ શાહ - સુરત- અમેરીકા (૨) ડો. અરવિંદભાઈ પાનાચંદ શાહ- સુરત- અમેરીકા
(૩) અ.સૌ. ડો. નલીનીબહેન અરવિંદભાઈ શાહ - સુરત - અમેરીકા (૪) કુ. રવી અરવિંદભાઈ શાહ - સુરત - અમેરીકા (૫) ચિ. અમીત અરવિંદભાઈ શાહ-સુરત-અમેરીકા
219 For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International