Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 235
________________ 107. SHRI MOMBASA TIRTHA (AFRICA) (SHRI CHINTAMANI PARSHVANATH BHAGAVAN) In Kenya outside India a gorgeous Jina temple with peaks is constructed in the Mombasa city. In the year 1951, three marble-idols were brought here. They were - MULANAYAKA Shri Chintamani Parshvanath Bhagavan, Shri Adishwara Bhagavan and Shri Mahavira Swami. The Jainas who migrated from India put in great effort towards the construction of this Jina temple. The foudation-laying ceremony of this temple was performed on 29th December 1959 and the work of construction started on 10th February 1960. According to the tradition of the Jaina faith no iron could be used anywhere. The officer of the Municipal council protested. Mistry Amrutlal Trivedi, who had gone there on behalf of the firm of Kalyanaji Anandji, assured that such temples without the use of iron are built in hundreds in India. Still, the engineer of the council remained present every day and on completion gave his approval in full satisfaction. The installation ceremony was performed thereafter on 26th July 1963 in all gaiety and enthusiasm. The ceremony of the opening of the door was performed at the hands of Shrimati Kunverben Devaraj Karmashi Shah. In the "Shri Parshvallabha Prasada" is installed MULANAYAKA Shri Chintamani Parshvanath Bhagavan. On the two sides are installed the idols of Shri Adishvar Bhagavan and Shri Mahavir Swami. In the porticos outside, we have the idols of Shri Shantinath Bhagavan and Shri Neminath Bhagavan. Here again, there is a big building for AYAMBILA SHALA wherein there is a permanent kitchen of Ayambila. After this, in Nairobi also, a Jina temple and a majestic idol of MULANAYAKA Shri Muni Suvrataswami installed. The opening ceremony was performed from 4-2-84 to 12-2-84 in great splendour. ૧૦૭. શ્રી મોમ્બાસા (આફ્રિકા) તીર્થ (શ્રીચિંતામણી પાર્શ્વનાથ ભગવાન) ભારતની બહાર કેનિયા દેશના મોમ્બાસા શહેરમાં પહેલું શિખર બંધ ભવ્ય જિનાલયનું નિર્માણ થયું. ઇ.સ. ૧૯૫૧માં ભારતથી ત્રણ આરસની પ્રતિમાઓ અહીં આવી હતી. આમાં મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તથા શ્રીઆદીશ્વર ભગવાન અને શ્રીમહાવીરસ્વામી ભગવાનની મૂર્તિઓ હતી. આ પ્રતિમાઓ કદમ્બગિરિથી આવી હતી. ભારતથી આવીને વસેલા જૈન ભાઈઓએ જિનમંદિરની રચના કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો. ૧૯૫૯ની ૨૯મી ડિસેમ્બરે આની ખાતમુહૂર્તવિધિ થઈ અને ૧૯૬૦ની ૧૦મી ફેબ્રુઆરીએ એનું નિર્માણકાર્ય શરૂ થયું. જૈન ધર્મની પ્રણાલિકા મુજબ ક્યાંય લોખંડ વાપરવાનું નહોતું, આથી સ્થાયી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ આનો વિરોધ કર્યો. ભારતથી આવેલા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના મિસ્ત્રી અમૃતલાલ ત્રિવેદીએ કાઉન્સિલરોને ખાતરી આપી કે આવાં સેંકડો દેરાસરો ભારતમાં છે જ્યાં લોખંડનો સહેજે વપરાશ થયો નથી. આમ છતાં કાઉન્સિલના એન્જિનિયર નિર્માણ સમયે આખો દિવસ હાજર રહેતા. આખું દેરાસર તૈયાર થયું ત્યારે તેમણે ખૂબ સંતોષ સાથે મંજૂરી આપી હતી. આ પછી ઈ.સ. ૧૯૬૩ની ૨૬મી જુલાઈએ આનંદ અને ઉત્સાહપૂર્વક આનો પ્રતિષ્ઠા-મહોત્સવ યોજાયો. શ્રીમતી કુંવરબેન દેવરાજ કરમશી શાહના શુભ હસ્તે આની દ્વાર ઉદઘાટનની વિધિ થઇ. ‘શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદ માં મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે, જયારે આજુબાજુ શ્રીઆદીશ્વર ભગવાન અને શ્રીમહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે. બહારના ગોખલામાં શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. વળી અહીં આયંબિલ શાળા માટે મોટું મકાન છે જેમાં કાયમી આયંબિલનું મોટું રસોડું છે. આ પછી નાઇરોબીમાં પણ મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની ભવ્ય પ્રતિમા સાથે જિનાલયનું નિર્માણ થયું, જેની ઉદઘાટનવિધિ તા. ૪- ૨-૮૪ થી ૧૨ - ૨- ૮૪ સુધી ધામધૂમપૂર્વક કરવામાં આવી. તીર્થવંદના-૧૦૭ ' (૩) માનસી રાજેશભાઈ બાબરીયા-બરવાળા-ઘેલાશા- મુંબઈ (૧) રાજેશભાઈ વૃજલાલ બાબરીયા-બરવાળા-ઘેલાશા- મુંબઈ (૪) પંકજભાઈ વૃજલાલ બાબરીયા બરવાળા-ઘેલાશા-મુંબઈ - (૨) અ.સૌ. રીટા રાજેશભાઈ બાબરીયા બરવાળા-ઘેલાશા-મુંબઈ (૫) અ.સૌ. ભાવના પંકજભાઈ બાબરીયા-બરવાળા-ઘેલાશા- મુંબઈ 233 www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252