Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 229
________________ 104. KUMBHOJAGIRI TIRTHA (SHRI JAGAVALLABHA PARSHVANATH BHAGAVAN) This tirtha is situated at a distance of 8 kms. from the Hathakalangada Railway Station on the Kothapur-Meeraj Road in Maharashtra. It is situated in the forest on a small hill adjoining the Kambhoja Village. The majestic and fine Jina temple has, as presiding deity Shri Jagavallabha Parshvanath Bhagavan. From the hill-top the scenery of the jungle and the fields therein yield delight to the heart. Some know this as the hill of Bahubali. The hill has foot-steps and one can go up the hill within fifteen minutes. The idol is of white complexion and one metre in height. On the cross-legs of MULANAYAKA, we have an inscription of V.S. 1926. There are four Shrines in the temple of which two have the idols of Tirthankara, one has an image of Shri Padmavatidevi and one has that of Manibhadrayaksha. One image of metal belongs to V.S. 1323. Again, in the underground cellar, presides Shri Ajitnath Bhagavan, while on the third storey presides Shri Chandraprabha Prabhu. The last renovation of the tirtha took place in V.S. 1926 on monday, the 7th day of the bright half of the month Maha. Revered Shri Vijayanandasuriji ceremoniously installed it then. Some look upon this as the Shatrunjaya of South Maharashtra. Fairs are held here every year on the Purnimas of Kartika and Chaitra and on the tenth day of the dark half of Margashirsha. Devotees in thousands reap the benefit of devotion to the divine then. ૧૦૪. શ્રી ભોજગિરિ તીર્થ (શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન) મહારાષ્ટ્રના કોલ્હાપુર-મીરજ રોડ પર આવેલા હાથ કલંગડા રેલવે સ્ટેશનથી આ તીર્થસ્થળ ફકત ૮ કિ.મી. દૂર આવેલું છે. જંગલમાં કંબોજ ગામની પાસે આવેલી નાનકડી ટેકરી પર શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું સુંદર અને ભવ્ય જિનાલય આવેલું છે. ટેકરી પરથી આસપાસનાં જંગલો અને ખેતરોનું દશ્ય ચિત્તને આહલાદ આપે છે. આ ટેકરીને કેટલાંક બાહુબલિની ટેકરીના નામે ઓળખે છે. આ ટેકરી પર ચઢવા માટે પગથિયાં છે. પંદરેક મિનિટમાં આ પગથિયાં ચડી શકાય છે. અહીં શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનની શ્વેત વર્ણની એક મીટર ઊંચી પ્રતિમા આવેલી છે. મૂળનાયકની પલાંઠી પર વિ.સં. ૧૯૨૬નો લેખ છે. મંદિરમાં ચાર દેરીઓ છે. બે દેરીઓમાં તીર્થકરની પ્રતિમાઓ છે, જ્યારે બીજી બે દેરીઓમાંની એકમાં શ્રી પદમાવતીદેવી અને બીજી દેરીમાં શ્રી મણિભદ્રાક્ષની મૂર્તિ છે. એક પ્રાચીન ધાતુ પ્રતિમા વિ.સં. ૧૩૨૩ની છે. વળી નીચે ભોંયરામાં શ્રી અજિતનાથ ભગવાન બિરાજમાન છે જ્યારે ત્રીજે માળે શ્રીચંદ્રપ્રભ પ્રભુ બિરાજમાન છે. વિ.સં. ૧૯૨૬ના મહા સુદ ૭ને સોમવારે તીર્થનો છેલ્લો જીર્ણોદ્ધાર થયો હતો અને તે સમયે પૂજય શ્રી વિજયાનંદસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી.આને કેટલાંક દક્ષિણ મહારાષ્ટ્રનો શત્રુંજય માને છે. કારતકી પૂનમે, ચૈત્રી પૂનમે તેમ જ માગશર વદ દસમે અહીં મેળો ભરાય છે. આ સમયે અનેક ભાવિકજનો પ્રભુભકિતનો ઉમંગભેર લાભ લે છે. તીર્થનંદના-૧૦૪ (૩) અ.સૌ. વિણાબહેન કીરીટભાઈ બાબરીયા બરવાળા-ઘેલાશા(૧) મનહરલાલ પોપટલાલ બાબરીયા બરવાળા-ઘેલાશા- ઔરંગાબાદ (૪) શરદકુમાર કીરીટભાઈ બાબરીયા બરવાળા-ઘેલાશા- મુંબઈ (૨) મુદુલાબહેન મનહરલાલબાબરીયા બરવાળા-ઘેલાશા-ઔરંગાબાદ (૫) મીતેષ કીરીટભાઈ બાબરીયા બરવાળા - ઘેલાશા-મુંબઈ 227 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252