________________
98. SHRI UJJAIN TIRTHA (SHRI ARVATI PARSHVANATH BHAGAVAN)
This tirtha is situated at a distance of 1.6 kms. from the main Railway station of the historical city of Ujjain. It is in the vicinity of the Shipra river. Avanti is the old name of Ujjain. The temple has a blackcolour image of MULANAYAKA Shri Avanti Parshvanath Bhagavan. The city and this tirtha has seen so many strokes and attacks of time. The process of rise and fall goes on continuously, and, as a result, not much art is visible in this Jina temple. The idol of Shri Avanti Parshvanath Bhagavan is extremely gentleSaumya - and higly impressive. So many powerful Kings of the Jaina history have ruled over here. The emperor of the Jain order Acharya Chandrarudra, Aryarakshitasuri, Shri Chandragupta Maurya, Arya Ashadha and others resided here and spread religious influence. Acharya Shri Siddhasena Divakara Suri had composed "Kalyanamandira Stotra" and it was through it that a very much charming and impressive image of Shri Parshvanath Prabhu revealed itself from the lustrous Shivalinga. In the seventh century Shri Manatunga Suri composed "Bhaktamara & Stotra" here and showed miracles. In the eleventh century Shantisuriji defeated the 84 Vadis at the court of King Bhoja and won rare honour.In samvat 250 of Veera Nirvana, Shri Mahakala constructed this great tirtha in memory of his father on the advice of Aryasuhastisuriji. Then, in course of time, ups and downs followed, but revered Acharyas now and again enhanced the glory of this tirtha by their spiritual powers. To-day, besides this temple, we see as many as twenty two others in the city.
૯૮. શ્રી ઉજ્જૈન તીર્થ (શ્રીઅવંતી પાર્શ્વનાથ ભગવાન)
ઇનિષ્ઠાપ્રસિદ્ધ ઉજ્જૈન શહેરના મુખ્ય રેલવે સ્ટેશનથી આ તીર્થ ૧.૬ કિ.મી. દૂર આવેલું છે. ઉજજૈન શહેરની ક્ષિપ્રા નદીની પાસે આવેલું છે. મૂળનાયક શ્રીઅવંતી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની પ્રતિમા મળે છે. ઉજજૈનનું પ્રાચીન નામ છે અવંતી. આ નગરે અનેઆ તીર્થે સમયપરિવર્તનનાઅનેક કાળઝપાટા જોયા છે. આમ પતન અને ઉત્થાનની પ્રક્રિયા સતત ચાલતી હોવાને કારણે આ જિનાલયમાં પ્રાચીન કલા ઓછી જોવા મળે છે, પરંતુ
શ્રીઅવંતી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા અત્યંત સૌમ્ય અને પ્રભાવક છે. જૈન ઇતિહાસમાં ચંડપ્રધોત, સમ્મતિ, વિક્રમાદિત્ય જેવા અનેક પ્રભાવશાળી રાજાઓ આ નગરમાં થઈ ગયા. શાસનપ્રભાવક આચાર્ય ચંદ્રરુદ્ર, આર્યરક્ષિતસૂરિ, શ્રી ચંદ્રગુપ્ત મૌર્ય, આર્ય આષાઢ વગેરેએ અહીં રહીને ધર્મનો પ્રભાવ ફેલાવ્યો હતો. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી, જેના પ્રભાવથી મંદિરમાં રહેલા જયોતિર્મય શિવલિંગમાંથી શ્રી પાર્શ્વપ્રભુની મનોહર મૂર્તિ પ્રગટ થઈ હતી. સાતમી સદીમાં શ્રી માનતુંગસૂરિએ અહીં ભક્તામર સ્તોત્રની રચના દ્વારા ચમત્કાર બતાવ્યો અને ૧૧મી સદીમાં શ્રી શાંતિસૂરિજીએ ભોજના દરબારના ૮૪ વાદીઓને જીતીને અપૂર્વ સન્માન મેળવ્યું. વીરનિર્વાણ સંવત ૨૫૦માં આ તીર્થનું શ્રી મહાકાલે આર્યસુહસ્તિસૂરિજીના ઉપદેશથી પોતાના પિનાના સ્મરણાર્થે નિર્માણ કર્યું એ પછી કાળના પ્રવાહમાંઅનેક ચડતી-પડતી આવી, પરંતુ આચાર્ય ભગવાને પોતાની અધ્યાત્મશક્તિ દ્વારા વખતોવખત તીર્થનો મહિમા વધાર્યો છે. અત્યારે આ મંદિર સિવાય બીજાં બાવીસ જેટલાં મંદિરો જોવા મળે છે.
તીર્થવંદના-૯૮
(૧) સ્વ રંભાબહેન અમૃતલાલ ત્રીકમલાલ શાહ (૨) કિર્તીભાઈ અમૃતલાલ શાહ
Jain Education International
(૩) અ.સૌ. કોકિલાબહેન કિર્તીભાઈ શાહ
1066
(૪) સ્વ. મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહ
ક
(૫)
કુમારી વંદિતાબહેન કિર્તીભાઈ શાહના માસક્ષમણ ૨૦૫૧ નિમિત્તે
215
For Private & Personal Use Only
www.jainelibrary.org