________________
92. SHRI CHITTODAGADH TIRTHA (SHRI ADISHWAR BHAGAVAN)
Chittodagadh is renowned in history as the land of adventurous heroes who laid down their lives for the defence of religion and culture. King Chitrangada of the Maurya family got this castle constructed here. Bappa Raval established his own government here in the 8th century of the Vikrama era. Empress Padmini got consumed to fire here and Maharana Pratap proved to be a great hero here. This land is also full to the brim by the unstinted devotion of Mirabai and the liberality of Bhamashah. Acharya Shri Haribhadrasuri lived here and created so much of great literature. The Jain Pillar of fame - KIRTISTAMBHA - with its seven storeys stands as a symbol of the prosperity of the Jainas here. There was a time when there were so many Jaina temples here. To-day only five temples are left. There are the temples of Shri Mahavira Swami with a dome, of Shri Shantinath Bhagavan, of Adishvara Bhagavan renowned by the name Satavira Devari, of Shri Shantinath and Shri Parshva Prabhu. Of these the temple of Satavira Devari is majestically planned with 52 Jinalayas. The idol of MULANAYAKA Bhagavan Adishvara here in is very old and gorgeous. The renovation and ceremonious re-installtion in the three temples took place on the second day of the bright half of Margashirsha in V.S. 1998 at the auspicious hands of Acharya Shri Vijayanitisurishvaraji. Inscriptions of V.S. 1469, 1505, 1513 and 1536 are carved on the idols. The temple of Shri Shantinath was constructed in V.S. 1232. As it went to ruins, Vela, the treasurer of Maharana Kumbha got it repaired, renovated and re-installed.
૯૨. શ્રી ચિત્તોડગઢ તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન) ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા પરાક્રમી વીરોની ભૂમિ તરીકે ચિત્તોડગઢ ઇતિહાસમાં અમર નામના ધરાવે છે. આ ગઢનું નિર્માણ મૌર્યવંશી રાજવી ચિત્રાંગદેએ કર્યું હતું. વિક્રમની આઠમી સદીમાં બાપા રાવળે ચિત્તોડગઢ પર પોતાનું રાજય સ્થાપ્યું. મહારાણી પદમિનીનું જૌહર, મહારાણા પ્રતાપની વીરતા, મીરાંબાઇની ભકિત અને દાનવીર ભામાશાની ઉદાર ભાવનાઓથી આ ભૂમિ હંમેશાં ઇતિહાસનું ઉજજવળ પૃષ્ઠ બની રહી છે. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ અહીં રહીને વિપુલ સાહિત્યસર્જન કર્યું. સાત માળવાળો જૈન કીર્તિસ્તંભ જૈનોની સમૃદ્ધિનું પ્રતીક છે. એક સમયે આ સ્થળે અનેક ભવ્ય જિનમંદિરો હતાં, પરંતુ સમયના પ્રવાહમાં આજે માત્ર પાંચ જ જિનમંદિરો રહ્યાં છે. શ્રીમહાવીર સ્વામીનું ગંજબવાળું મંદિર, શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, સતવીર દેવરીના નામથી પ્રસિદ્ધ આદીશ્વરનું મંદિર અને શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વપ્રભુનું મંદિર મળે છે. સતવીર દેવરી મંદિર બાવન જિનાલયથી સુશોભિત છે. એમાં મૂળનાયક ભગવાન આદીશ્વરની પ્રતિમા અતિ પ્રાચીન અને ભવ્ય છે. આમાં ત્રણ મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૮૮ માગશર સુદ બીજના દિવસે આ. શ્રી વિજયનીતિસૂરિજીના સુહસ્તે થયો.અહીંની મૂર્તિઓ પર વિ.સં. ૧૪૬૯, ૧૫૦૫, ૧૫૧ ૩ અને ૧૫૩૬નો લેખ કોતરાયેલો છે. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર વિ. સં. ૧૨૩૨માં બન્યું હતું. એ ખંડિત થતાં મહારાણા કુંભાના ખજાનચી વેલાએ વિ.સં. ૧૫૦૫માં એનો જીર્ણોદ્ધાર કરીને પ્રતિષ્ઠા કરી હતી.
તીર્થવંદના ૯૨ (૧) ધીરજલાલ ભૂદરદાસ વકીલ રાઘનપુર - શાન્તાક્રુઝ (૨) સીતાબેન ધીરજલાલ વકીલ રાધનપુર - શાન્તાક્રુઝ
(૩) વસુમતી ધીરજલાલ વકીલ રાધનપુર - શાન્તાક્રુઝ (૪) વસંત ધીરજલાલ વકીલ રાધનપુર - શાન્તાક્રુઝ (૫) ઋષિત-રાજન વસંત વકીલ રાધનપુર - શાન્તાક્રુઝ
,
203 For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International