Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ 82. SHRI SAMETASHIKHARA TIRTHA (SHRI SHAMALIYA PARSHVANATH BHAGAVAN) A description of the greatness of this tirtha amongst the tirthas, tirtha the supreme, defies all words; cannot be described in words. This is the tirtha which is the place of the austerities of so many of the tirthankaras and munis, the land of Nirvana of many. The pilgrimage of this tirtha is therefore the endower of merit and destroyer of sins. Twenty of the tirthankaras of the present twenty-four had taken to practice of austerities and attained to emancipation here. The mountain known as Sametashikhara is situated at a height of 4479 from mean sea level, is also known as Parshvanatha mountain. According to the traditional belief, Saudharmendra had installed an idol on each of the spots of the emancipation of the Tirthankaras. It was around the second century that Acharya Padaliptasuri and then Acharya Shri Bappabhattasuri came on a pilgrimage to this tirtha by their Vidya by which they could travel through the sky. In the ninth century of the vikrama era, Acharya Shri Pradyumnasuriji came on pilgrimage seven times here and got the work of renovation completed. History also states that installations took place here on temples were constructed in V.S. 1345, 1659 and 1670. In V.S. 1649, the mughal emperor Akbar presented the Sametashikhara a spot to Jagadguru Shri Hiravijayasuriji. In V.S. 1805, emperor Ahmedshah presented the title of "Jagatsheth" to Sheth Mahetabrai of Murshidabad, and then had presented the Parasanath mountain to him. In the modern days the firm of Anandaji Kalyanji purchased it and brought it under the control and administration of Shri Jain Shvetambar Sangha. The last renovation of the tirtha took place in V.S. 2012 at the efforts of learned Sadhvi Shri Ranjanashriji and Sadhvi Shri Suraprabhashriji in the tradition of Acharyashri Sagaranandasuriji. The temple is situated on a mountain in the midst of natural scenery and beauty, and, in addition, there are eight temples of the Shvetambara sect, two Dadawadis and one temple of Bhomiyaji Maharaj. ૮૨. શ્રી સમેતશિખર તીર્થ (શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાન) તીર્થોમાંય તીર્થાધિરાજ એવા સર્વોપરિ તીર્થના મહિમાનું વર્ણન શબ્દાતીત છે. અનેક તીર્થ કરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિ હોવાથી આ તીર્થની યાત્રા એ પ્રત્યેકને માટે પુણ્યકારી અને પાપવિનાશિની છે. વર્તમાન ચોવીસીના વીસ તીર્થ કરો અને અનેક મુનિગણોઅહીં તપશ્ચર્યા કરતાં મોક્ષે સીધાવ્યા છે. મધુવન પાસે સમુદ્રની સપાટીથી ૪૪૭૯ ફૂટ ઊંચે આવેલો આ સમેતશિખર પહાડ પાર્શ્વનાથ પહાડને નામે પણ ઓળખાય છે. પરંપરાગત માન્યતા અનુસાર તીર્થ કારોનાં નિર્વાણસ્થળો પર સૌધર્મેન્દ્ર પ્રતિમાની સ્થાપના કરી હતી. લગભગ બીજી સદીમાંઆ. શ્રી પાદલિપ્તસૂરિ અને એ પછી પ્રભાવક આ. શ્રી બપ્પભટ્ટસૂરિ પોતાની આકાશગામિની વિધા દ્વારા અહીં યાત્રાર્થે આવ્યા હતા. વિક્રમની નવમી સદીમાં આ. શ્રી પ્રધુમ્નસૂરિજી અહીં સાત વખત યાત્રાએ આવ્યા હતા અને જીર્ણોદ્ધારનું કાર્ય કરાવ્યું હતું. વિ.સં. ૧૩૪૫માં, વિ.સં. ૧૬૫૯ અને વિ.સં. ૧૬ ૭૦માં અહીં પ્રતિષ્ઠા કરાવ્યાનો કે મંદિરો આનો ઇતિહાસ મળે છે. વિ.સં. ૧૬૪૯ મોગલ બાદશાહ અકબરે જગદગુરુ શ્રી હરિવિજયસૂરિજીને શ્રી સમેતશિખર ક્ષેત્રની ભેટ આપીને વિજ્ઞપ્તિ જાહેર કરી હતી. વિ.સં. ૧૮૦૫માં મુર્શિદાબાદના શેઠ મહતાબરાયને દિલ્હીના બાદશાહ અહમદશાહે જગતશેઠની ઉપાધિ આપી હતી અને એ પછી એમને પારસનાથ પહાડ ભેટ આપ્યાનો ઉલ્લેખ મળે છે. વર્તમાનમાં આણંદજી કલ્યાણજીની પેઢીએ આ પહાડ ખરીદીને જૈન શ્વેતામ્બર સંઘને અધીન કર્યો. એનો ત્રેવીસમો અંતિમ ઉદ્ધાર વિ.સં. ૨૦૧૨માં આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરિજીની પરંપરામાં વિદુષી સાધ્વી શ્રી રંજનશ્રીજી તથા સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજીના પ્રયાસથી થયો. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા આ પહાડ પર ટૂકો અને મંદિરો હોવા ઉપરાંત મધુબનમાં આઠ શ્વેતામ્બર મંદિરો, બે દાદાવાડી અને એક ભોમિયાજી મહારાજનું મંદિર છે. તીર્થનંદના ૮૨ (૧) રસિકલાલ જયસુખલાલ શાહ પરિવાર ઘોધાવાળા - મુંબઈ | (૨) સુભદ્રાબહેન રસિકલાલ શાહ પરિવાર ધોધાવાળા મુંબઈ (૩) સીતાપચંદ સારાભાઈ દલાલ પરિવાર ધોધાવાળા - અમદાવાદ (૪) સુશીલાબહેન મનમોહનભાઈ છગનલાલ શાહ - પાર્લા (૫) ચિ. જય ચંદ્રકાંત બાબુલાલ શાહ - જામનગર - પાર્લા 179 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252