Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 177
________________ 80. SHRI KANGADA TIRTHA (SHRI ADISHVARA BHAGAVAN) This tirtha is situated in the fine hilly regions on the outskirts of the Kangada town on the confluence of the rivers Ravi and Sutlej and at a distance of 120 kms. from Hoshiarpur. Here we have the idol of MULANAYAKA Shri Adishvara Bhagvan; it is in Padmasana posture. Models of ancient art in the temple give us a glimpse of the past, while the tirtha gets endowed with incomparable beauty in the midst of the tops of the Himalayan mountain ranges enveloped by snow, the valleys rich with greenery, the singing rivers and streams. This tirtha is considered to be of the time of Shri Neminath Bhagavan, the 22nd of the 24 Tirthankaras. Its ancient name was Susharmapura as is proved by a reference to the defeat of King Susharmachandra at the time of the battle of Mahabharat who later raised this town. This king got constructed a vast Jina temple and installed Shri Adinath Bhagavan therein. We gather this fact from a reference in "Vijniptitriveni" composed by Shri Jayasagara Upadhyaya in 1484. The "Nagarakota Chaityaparipati" composed in V.S. 1497 refers to the existence of five temples here then. However, at the present time, only one temple exists here. We have herein the darshana of a vast and majestic idol of Shri Adishvara Bhagavan, it was worshipped for centuries by the royal family of Kataucha. There was a time when the idol was under the control of the Government. However, revered Acharya Shri Vijayvallabhsuri Maharaj paid a visit to the tirtha and on witnessing the majestic appearance of the idol resolved to renovate it; the idol of the MULANAYAKA is really majestic. ૮૦. શ્રી કાંગડા તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન) હોંશિયારપુરથી ૧૨૦ કિ.મી. દૂર આવેલું અને રાવી તથા સતલજ નદીઓના સંગમસ્થાને વસેલા કાંગડા ગામની બહાર આવેલા સુરમ્ય પહાડોમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળ નાયક શ્રીઆદીશ્વર ભગવાનની પદમાસનસ્થ પ્રતિમા મળે છે. મંદિરમાં મળતાં પ્રાચીન કલાના નમૂના વીતેલા યુગનું દર્શન કરાવે છે, જયારે હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો, હરિયાળી ખીણો, નદી અને ઝરણાંની વચ્ચે આ તીર્થ અનુપમ પ્રાકૃતિક સૌંદર્ય ધારણ કરે છે.આ તીર્થસ્થળ વર્તમાન ચોવીસીના ૨૨મા તીર્થ કર શ્રી નેમિનાથ ભગવાનના સમયનું માનવામાં આવે છે. એનું પ્રાચીન નામ સુશર્મપુર હતું, કારણ કે મહાભારતના યુદ્ધ વખતે સુશર્મચંદ્ર નામનો રાજા હારી ગયો અને તેણે પોતાના નામ પર આ નગર વસાવ્યું. આ રાજાએ વિશાળ જિનમંદિરનું નિર્માણ કરીને તેમાં શ્રીઆદિનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હતા. વિ.સં. ૧૪૮૪માં શ્રીજયસાગર ઉપાધ્યાયજીએ રચેલી ‘નગરકોટ ચૈત્યપરિપાટી’માં ત્યાં એ વખતે પાંચ મંદિરો હોવાનો ઉલ્લેખ છે. જોકે હાલ તો અહીં માત્ર એક જ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં કટૌચ રાજવંશ દ્વારા સદીઓ સુધી પૂજિત શ્રીઆદિશ્વર ભગવાનની વિશાળકાય ભવ્ય પ્રતિમાનું દર્શન થાય છે. એક સમયે આ પ્રતિમા સરકારને આધીન હતી, પરંતુ પ. પૂ. યુગદર્શી આ.શ્રી વિજયવલ્લભસૂરિજીના સદુપદેશથી અને શ્રી સંઘના પ્રયાસથી એ જૈન સંઘને પ્રાપ્ત થઇ. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. અહીં આવ્યા અને પ્રતિમાની ભવ્યતા જોઇ એનો પુનરુદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો. મૂળનાયકની પ્રતિમા સાચે જ ભવ્ય અને દર્શનીય છે. ર ' તીર્થનંદના ૮૦ (૧) દલીચંદ હીરાચંદ શાહ - વડોદરા . (૨) અ. સૌ. પુષ્પાબહેન પ્રવીણચંદ શાહ - વડોદરા (૩) ભાનુબહેન, રાખી, હેતા (૪) અ.સૌ. પારૂલ રાજેન્દ્ર શાહ - વડોદરા (૫) અસૌ. પ્રિતી દીપક તથા અર્થ જૈનિક રાજેન્દ્ર શાહ - વડોદરા 175 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252