Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 71
________________ 28. SHRI SHANKHESHVARA TIRTHA (SHRI SHANKHESHVAR PARSHVANATH BHAGAVAN) This is a majestic and vast temple of MULANAYAKA Shri Shankeshvar Parshvanath Bhagavan in the heart of the Shankheshvara town. The idol is of white complexion and about 1.82 metres in height; it is in Padmasana posture, it is miraculous. In the days of old, a Shravaka, Ashadhi by name had got installed Jina idols in Charoopa, Stambhapura and Shankheshvara; so say the references in Jaina works. According to one story, in the battle between Jarasandha and Shri Krishna, when the former threw Jara on the army of the latter, the calamity was quietened by spraying the bathing water of the idol of Shri Prabhu on the army. The history of Shri Parshvanatha is therefore very old and highly impressive. We also get several stories of the miracles associated with this idol. In the central part of the vast fort, a lovely temple with peaks is found with its 52 Jinalayas. The Minister-in-Chief of King Siddharaj Jaisinha, Sajjanshah got this tirtha repaired and renovated in V.S. 1155. Round about V.S. 1286, Vastupal-Tejpal installed gold-pinnacles on the Shrines of the 52 Jinalayas and carried out the necessary repairs. In the 14th century when the soldiers of Allauddin broke this tirtha, the Shri Sangha kept the idol of Shri Shankheshvara Prabhu well protected. In V.S. 1656 emperor Shahjehan issued an ordinance regarding the town, in the name of Sheriff Shantidasa. Thereafter in V.S. 1628 and 1760 renovations took place again. Remnants of the old temple are seen to-day on way to the temple. The new temple was built in the 17th century. Even to-day its impressiveness as the destroyer of the threefold miseries is well-known. ૨૮. શ્રી શંખેશ્વરજી તીર્થ (શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન) શંખેશ્વર ગામની વચ્ચે આવેલા આ ભવ્ય અને વિશાળ મંદિરમાં મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્વેત વર્ણની આશરે ૧.૮૨ મીટરની ઊંચાઇ ધરાવતી ગઇ ચોવીસીની પદમાસનસ્થ અને ચમત્કારિક પ્રતિમા મળે છે. પ્રાચીન સમયમાં આષાઢી નામના શ્રાવકે ચારૂ૫, સ્તંભપુર અને શંખેશ્વરમાં જિનપ્રતિમાઓ બિરાજમાન કરાવી હતી, એવો જૈન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. એક દંતકથા અનુસાર જરાસંઘ અને શ્રીકૃષ્ણ વચ્ચેના યુદ્ધ સમયે જરાસંઘે શ્રીકૃષ્ણની સેના પર જરા ફેં કી ત્યારે આ પ્રભુપ્રતિમાના હવણજળને તેના પર છાંટીને ઉપદ્રવને શાંત કર્યો હતો. આમ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાનો ઇતિહાસ અતિ પ્રાચીન અને પ્રભાવશાળી છે. તેમ જ એને વિશેની અનેક ચમત્કારિક કથાઓ મળે છે. વિશાળ કોટના મધ્ય ભાગમાં સુંદર દેવવિમાન જેવું શિખરબંધ બાવન જિનાલય મંદિર આવેલું છે. સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી, સજજનશાહ વિ. સં. ૧૩૦૨ માં ઝીંઝુવાડાના રાજા દુર્જનશલ્ય આનો ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧૪મી સદીમાં અલ્લાઉદીનના સૈનિકોએ આ તીર્થને ક્ષતિ પહોંચાડી ત્યારે શ્રી સંઘે શંખેશ્વર પ્રભુની પ્રતિમાને સુરક્ષિત રાખી. વિ. સં. ૧૬૫૬ માં શાહજહાંએ અમદાવાદના નગરશેઠ શાંતિદાસજીના નામે શંખેશ્વર ગામનું ફરમાન બનાવીને આપ્યું. આ પછી વિ. સં. ૧૬૨૮ અને વિ. સં. ૧૭૬૦માં અહીં જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. આજે પ્રાચીન મંદિરનાં ખંડેર ચંદુરના માર્ગે જોવા મળે છે, નૂતન મંદિર ૧૭મી સદીમાં થયું અને વ્યાધિ અને ઉપાધિનો નાશ કરનારી એની પ્રભાવકતા આજે સર્વત્ર પ્રસિદ્ધ છે. તીર્થવંદના - ૨૮ (૧) જયાબહેન રામજીભાઈ શાહના સં. ૨૦૫૧ ચાતુર્માસ નિમિત્તે (૨) રમેશચંદ્ર રામજીભાઈ શાહ ઘાટકોપર - મુંબઈ મુંબઇ (૩) પંકજકુમાર રામજીભાઈ શાહ ઘાટકોપર- મુંબઈ (૪) અજિતકુમાર રામજીભાઈ શાહ ઘાટકોપર - મુંબઈ (૫) ચંદનકુમાર રામજીભાઈ શાહ ઘાટકોપર - મુંબઈ 69 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252