Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 85
________________ 35. SHRI MEHSANA TIRTHA (SHRI SIMANDHARA SWAMI) This majestic sky-scraping temple is in the fore-front of Jain temples; outside Mehsana on the national high way to Ahmedabad. Here is seated the idol of MULANAYAKA Shri Simandhara Swami; white in complexion, 3.68 metres in height and in Padmasana posture. This can well be considered to be the foremost of the temples in the whole country with its majestic art and with the present (roving) tirthankara and the lord of the mahatirtha Shri Simandhara Swami presiding over it. In the science of architecture such a temple is known as KAILASAPRASADA because of its vastness. The art of the idol 145, inches in height. Its flag fluttering 125 feet high, sends as if the message of dharma to far-off places and attracts devotees. The inner part of this Jina palace is proportionate, rich in living pieces of architecture; with its outer part and also rich in art pleasing to the eyes and the heart. In the pavilion, vast deep one will have DARSHAN of revered six Jineshvaras and a view of artistic subtle carving in the dome yields unparallelled delight to the viewer; experiencing as if a feeling of sublimity. The installation of the tirtha took place on the sixth day of the bright half of Vaishakha in the year 2028 V.S. under the able inspiration of the most revered Acharya Maharaj Shri Kailasasagarasuriji. An ancient temple is also located in the market-yard of Mehsana and the MULANAYAKA over there is Shri Manamohana Parshvanath Bhagavan. Thus, in this tirtha there are 14 other temples in addition to the Jain temple of Shri Simandhara Swami. ૩૫. શ્રી મહેસાણા તીર્થ (શ્રીસીમંધર સ્વામી) મહેસાણા ગામની બહાર અમદાવાદના મુખ્ય માર્ગ પર આવેલું કલાપૂર્ણ ગગનચુંબી શિખરવાળું આ ભવ્ય મંદિર જૈનમંદિરોમાં આગવું ગણાય તેવું છે. અહીં મૂળનાયક શ્રીસીમંધર સ્વામીની શ્વેત વર્ણની ૩.૬૮ મીટર ઊંચી પદમાસનસ્થ પ્રતિમા બિરાજમાન છે. જૈન ધર્મના વર્તમાન (વિહરમાન) તીર્થંકર અને આ મહાતીર્થના અધિપતિ શ્રીસીમંધર સ્વામીનું ભવ્ય મનોહર શૈલીનું આવું મંદિર ભારતમાં પ્રથમ ગણી શકાય. શિલ્પશાસ્ત્રમાં આવા મંદિરને એની વિશાળતાને કારણે કૈલાસપ્રાસાદ કહેવામાં આવે છે.એની ૧૪૫ ઈંચ ઊંચી પ્રભુપ્રતિમાની કલા ખૂબ આકર્ષક છે. લગભગ ૧૨૫ ફૂટની ઊંચાઇએ લહેરાતી એની ધજા જાણે દૂર દૂર સુધી ધર્મનો સંદેશ મૂકપણે સંભળાવીને ભાવિકજનોને આકર્ષે છે. આ જિનપ્રાસાદનો અંદરનો ભાગ સપ્રમાણ અને જીવંત શિલ્પોથી સમૃદ્ધ છે એ જ રીતે એનો જ બહારનો ભાગ પણ નયનમનોહર શિલ્પકળાથી મનને હરી લે છે, વિશાળ ગૂઢ મંડપમાં બિરાજમાન છ જિનેશ્વર દેવોના દર્શન કરીને એના મોટા ઘુમ્મટની ઝીણી કોરણીને નિહાળી આહલાદ અનુભવે છે. નૃત્યમંડપની છતમાં પધરાવવામાં આવેલી પાંચ શાસનદેવીઓની તથા બીજી કલાકૃતિઓને નીરખીને ધન્યતા અનુભવે છે. પ. પૂ. આ. મ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ.ની પ્રેરણાથી વિ.સં. ૨૦૨૮ વૈશાખ સુદ છઠના દિવસે આની પ્રતિષ્ઠા સંપન્ન થઇ. મહેસાણાનુંએક પ્રાચીન મંદિર ગામની બજારમાં છે જેના મૂળનાયક શ્રીમનમોહન પાર્શ્વનાથ ભગવાન છે. આમ શ્રી સીમંધર સ્વામી જૈન મંદિર ઉપરાંત બીજાં કુલ ૧૪ મંદિરો છે. તીર્થવંદના ૩૫ (૧) કુસુમબહેન ચંપકલાલ મહેતાના ચાતુર્માસ નિમિત્તે - ગોરેગાંવ (૨) શ્રીમતી ચંદ્રાબોન રમેશચંદ્ર નાનાલાલ સહપરિવાર - ખંભાત Jain Education International (૩) ગિરધરલાલ હંસરાજશાહઃ ફતેચંદ, તારામતીના ચોમાસા નિમિત્તે (૪) દેવયાની રોહિતભાઈઽધેરી મુંબઈ (પ) વૈશાલી વિજયભાઈ ઝવેરી-મુંબઈ 83 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252